Mayawati Does Facial And Hair Colour : Surendra Singh , BJP MLA
  • Home
  • Featured
  • માયાવતી દરરોજ ફેશિયલ કરાવે છે અને રંગે છે વાળ: BJP MLAનું વિવાદાસ્પદ નિવેદન

માયાવતી દરરોજ ફેશિયલ કરાવે છે અને રંગે છે વાળ: BJP MLAનું વિવાદાસ્પદ નિવેદન

 | 1:58 pm IST

ચૂંટણી નજીક આવતા જ નિવેદનબાજીની જાણે મોસમ શરૂ થઇ ગઇ હોય. પોતાના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેનાર ઉત્તર પ્રદેશના બલિયાથી ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીને લઇ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. સુરેન્દ્ર સિંહે કહ્યું કે માયાવતી ખુદ દરરોજ ફેશિયલ કરાવે છે, તે શું અમારા નેતાઓને શોખીન કહેશે. સુરેન્દ્ર સિંહ બોલ્યા કે માયાવતીની ઉંમર થઇ ગઇ છે, છતાંય તે પોતાના જવાન સાબિત કરે છે.

વીડિયોમાં સુરેન્દ્ર સિંહ કહી રહ્યા છે કે…માયાવતી જી તો ખુદ ફેશિયલ કરાવે છે, પોતે ફેશિયલ કરાવે છે તો અમારા નેતાને શોખીન કેવી રીતે કહી શકે છે. જો કોઇ વસ્ત્ર પહેરે છે તો વસ્ત્ર પહેરવા કોઇ શોખ નથી.

સુરેન્દ્ર સિંહ બોલ્યા, શોખીનોની વાત તો એ હોય છે કે વાળ પાક્કા થયા અને છતાંય માયાવતી જી વાળ રંગાવીને પોતાને જવાન સાબિત કરી રહ્યાં છે. 60 વર્ષની ઉંમર થઇ ગઇ પરંતુ બધા વાળા કાળા છે, તેને કહેવાય બનાવટી શોખ, માયાવતી બનાવટી શોખવાળા છે ફેશિયલ કરાવે છે, વાળ કાળા કરાવે છે, અમારા મોદીજી તો બસ સ્વચ્છ વસ્ત્ર પહેરે છે.

આપને જણાવી દઇએ કે સુરેન્દ્ર સિંહ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના બૈરિયા વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે. તેઓ સતત પોતાના નિવેદનોના લીધે ચર્ચામાં રહે છે. સતત તેમની ટિપ્પણીઓ વિવાદોના લીધે બને છે. આની પહેલાં ગયા વર્ષે જ્યારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે દલિતોને આકાશ પર ચઢાવા જોઇએ નહીં. આ સિવાય ઉન્નાવ રેપ કેસને લઇ પણ સુરેન્દ્ર સિંહની ટિપ્પણીની ખૂબ ચર્ચા થઇ હતી.

ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતી એ ટ્વિટર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાંધ્યું હતું.

માયાવતી એ ટ્વીટ કર્યું હતું, સાદા જીવન ઉચ્ચ વિચારની વિપરીત શાહી અંદાજમાં જીવનાર જે વ્યક્તિએ પાછલી લોકસભા સામાન્યચૂંટણીના સમયે વોટની ખાતર પોતાને ચાયવાલા પ્રચારિત કર્યા હતા. હવે આ ચૂંટણીમાં વોટ માટે જ મોટા તામઝામ અને શાનની સાથે પોતાને ચોકીદાર જાહેર કરી રહ્યાં છે. દેશ ખરેખર બદલાઇ રહ્યો છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન