NIFTY 10,079.30 -13.75  |  SENSEX 32,186.41 +27.75  |  USD 63.9950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • પછાત વર્ગો અને બ્રાહ્મણોને માયાવતીએ કહ્યું ‘સાવધાન’, ભાજપે કર્યો છે તમારી સાથે વિશ્વાસઘાત

પછાત વર્ગો અને બ્રાહ્મણોને માયાવતીએ કહ્યું ‘સાવધાન’, ભાજપે કર્યો છે તમારી સાથે વિશ્વાસઘાત

 | 9:04 am IST

યોગી આદિત્યનાથના મુખ્યમંત્રી બન્યા બાદ બસપા પ્રમુખ માયાવતીએ ભાજપ પર ફરીવાર શાબ્દિક હુમલો કરતાં કહ્યું કે ઉત્તર પ્રદેશમાં આરએસએસના એજન્ડા પાર પાડવાના ઉદ્દેશથી યોગી આદિત્યનાથને સીએમ બનાવાયા છે. માયાવતીએ જણાવ્યું કે યુપીમાં સંઘના એજન્ડા પૂર્ણ કરવા માટે ભાજપે ક્ષત્રિય સમાજમાંથી પસંદ કરી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા છે.પછાતવર્ગો અને બ્રાહ્મણોને ભાજપથી સાવધાન રહેવાની સલાહ આપતાં માયાવતીએ કહ્યું કે ભાજપ યોગીને આગળ કરીને ધ્રુવીકરણના આધારે 2019ની લોકસભાની ચૂંટણી લડવા માગે છે,

માયાવતીએ જણાવ્યું કે ભાજપે પોતાના આરએસએસના એજન્ડાને લઈને પછાતવર્ગો અને બ્રાહ્મણ સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપે ક્ષત્રિય સમાજના યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા છે જ્યારે આ વખતે તેમણે ચૂંટણીમાં પછાતવર્ગમાંથી આવનાર ભાજપના અધ્યક્ષ કેશવપ્રસાદ મૌર્યને આગળ કરીને કોઈપણ ભોગેે તેમને મુખ્યમંત્રી બનાવવાનું આશ્વાસન આપીને ઓબીસીના મતો અંકે કર્યા હતા.

માયાવતીએ આગળ જણાવ્યું કે બ્રાહ્મણ સમાજ નારાજ ન થાય તે માટે ભાજપે બ્રાહ્મણોને એમ કહ્યું કે મૌર્યને આગળ કરી પછાતોના મત મેળવીશું અને પછી બ્રાહ્મણને મુખ્યમંત્રી બનાવી દઈશું, આમ ભાજપે બંનેને ગુમરાહ કર્યા છે. તેમણે કહ્યું કે મૌર્ય અને દિનેશ શર્માને ડેપ્યુટી સીએમ બનાવ્યા એનાં કરતાં તો કેબિનેટમંત્રી બનાવ્યા હોત તો સારું હતું, કારણ કે ડેપ્યુટી સીએમ પાસે વધારે કંઈ નથી હોતું.

પછાતવર્ગો અને બ્રાહ્મણોને ભાજપથી સાવધાન રહેવાની સલાહ આપતાં માયાવતીએ કહ્યું કે ભાજપ યોગીને આગળ કરીને ધ્રુવીકરણના આધારે 2019ની લોકસભાની ચૂંટણી લડવા માગે છે, કારણ કે ભાજપનાં લોકોને ખબર છે જ્યારે કેન્દ્રની ભાજપ સરકાર ત્રણ વર્ષમાં 25 ટકા ચૂંટણીવચનો પણ પૂર્ણ કરી શકી નથી તો યુપીની ભાજપ સરકાર 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં વિધાનસભાની ચૂંટણીમાં આપેલ વચનો કેવી રીતે પૂર્ણ કરી શકશે. આ કારણે જે તેમણે શપથ ગ્રહણ સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો, એમ માયાવતીએ કહ્યું હતું.