Mayor Sanjeev Sharma Bittu lost the no-confidence motion
  • Home
  • Featured
  • પંજાબમાં વર્ચસ્વની લડાઈમાં કેપ્ટન અમરિંદર સિંહની પહેલી હાર

પંજાબમાં વર્ચસ્વની લડાઈમાં કેપ્ટન અમરિંદર સિંહની પહેલી હાર

 | 11:41 pm IST
  • Share

  • ડેપ્યૂટી મેયર યોગિંદર સિંહ બનશે નવા મેયર
  • વોટિંગ દરનમિયાન કેપ્ટન અમરિંદર પણ હાજર રહ્યા
  • સિદ્ધુ અને કેપ્ટન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે

પંજાબમાં કોંગ્રેસથી અલગ થઈને નવી પાર્ટી બનાવનાર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, અમરિન્દર સિંહના ગઢ એટલે કે પટિયાલામાં તેમના નજીકના મેયર સંજીવ શર્મા બિટ્ટુ અવિશ્વાસ પ્રસ્તાવમાં હારી ગયા. અમરિન્દર સિંહે સંજીવ શર્મા બિટ્ટુને જીતાડવા માટે પુરી તાકાત લગાવી દીધી હતી. અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન પણ અમરિંદર સિંહે બિટ્ટુના સમર્થનમાં પોતાનો મત આપ્યો હતો.

 સંજીવ શર્માને 60માંથી માત્ર 25 વોટ મળ્યા

પટિયાલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 40 કાઉન્સિલરોએ સંજીવ શર્મા બિટ્ટુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ કરી હતી. મેયર સંજીવ શર્માએ તેનો સ્વીકાર કર્યો હતો. પરંતુ આમાં સંજીવ શર્માને હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન સંજીવ શર્માને 60માંથી માત્ર 25 વોટ મળ્યા.

પંજાબમાં રાજકીય હલચલ

પટિયાલાના મેયર સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યા બાદ પંજાબમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. અમરિન્દર સિંહે તેમના નજીકના સહયોગી સંજીવ શર્માને પદ પરથી હટાવવાને ગેરકાયદેસર ગણાવ્યું. અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન પટિયાલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારે હોબાળો થયો હતો.

કેપ્ટને કહ્યું કે બધા જાણે છે કે પટિયાલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આમાં વિપક્ષને બે તૃતિયાંશ બહુમતની જરૂર હતી. મેયરની તરફેણમાં 25 અને વિરોધમાં 36 મત પડ્યા હતા. હકીકત એ છે કે તેમનો અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ ગયો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો