NIFTY 10,202.60 -31.85  |  SENSEX 32,520.35 +-88.81  |  USD 65.0175 -0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Zalawad
  • મયૂરનગરનો કોઝવે પાણીના પ્રવાહમાં ધોવાયો

મયૂરનગરનો કોઝવે પાણીના પ્રવાહમાં ધોવાયો

 | 6:42 am IST

હળવદ,તા.૧૯

સરકારી તંત્રના ભ્રષ્ટ વહીવટો અને કોન્ટ્રાક્ટરો સાથેના સેટિંગના કારણે મોટા ભાગના કામોમાં ગેરરીતિ થતી જોવા મળી રહી છે. ત્યારે ભર ઉનાળામાં હળવદના બ્રાહ્મણી-૨ ડેમનું પાણી પિયત માટે છોડવામાં આવતા આ ધસમસતા પાણી મયુરનગર-હળવદ રોડ ઉપરના બ્રાહ્મણી નદીમાં ધસી આવતા આ રોડ પરનો દોઢસો ફૂટ લાંબો કોઝવે જર્જરીત હોવાથી પાણીમાં ગરકાવ થઈ જતા દોડધામ મચી જવા પામી છે. શનિવારે મોડી રાત્રે અંદાજીત ૧૧ વાગે બનેલા આ બનાવ બાદ હાલ હળવદ-મયુરનગરનો રસ્તો બંધ થઈ જતાં ભારે અફરાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. આમ કોઝવેના બાંધકામની ગુણવત્તાને લઈ લોકોમાં અનેક ચર્ચાઓ ઉઠવા પામી હતી.

ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ હળવદ શહેરથી દશ કિલોમીટર દૂર આવેલું મયુરનગર ગામ આજુબાજુના ચાર-પાંચ નાના ગામો માટે ખરીદી માટેનું ગામ છે અને આ નાના ગામના બાળકો અભ્યાસ અર્થે મયુરનગરની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે અવરજવર કરે છે. ઉપરાંત હળવદ-મયુરનગર વચ્ચે અને મયુરનગર ગામથી અડધો કિલોમીટર દૂર બ્રાહ્મણી નદીમાં બેઠો કોઝવે દોઢસો ફૂટ લાંબો વર્ષાેથી જર્જરીત હાલતમાં છે.

તાજેતરમાં ઉનાળુ ખેતીના પિયત માટે હળવદના બ્રાહ્મણી-૨ ડેમમાંથી પાણી છોડવાનું તંત્ર દ્વારા નક્કી કરવામાં આવતા ગત મોડી સાંજે આ ડેમમાંથી પાણી છોડવાનું ચાલુ કરવામાં આવ્યું હતું.બ્રાહ્મણી-૨ ડેમમાં પાણી છોડવામાં આવતા આ પાણી બ્રાહ્મણી નદીના પટમાં પૂરઝડપે આગળ વધી રહેલું હતું ત્યારે પંથકના મયુરનગર ગામ પાસે આવેલી બ્રાહ્મણી નદીના પાણીનો પ્રવાહ ધસી આવવા આ પૂલ ઉપર આવેલો અંદાજીત દોઢસો ફૂટ લાંબો અને અતિ જર્જરીત બેઠો પુલ આખો પાણીના ધસમસતા પ્રવાહમાં તૂટીને ગરકાવ થઈ જતા મયુરનગર-હળવદ વાયા રાયસંગપરનો રસ્તો સદંતર બંધ થઈ જતા તંત્રમાં દોડધામ મચી જવા ઔપામી છે.

નબળા અને જર્જરીત કોઝવે માટે

તંત્રને કરેલી વારંવાર રજૂઆતમયુરનગર ગામ નજીક આવેલા બ્રાહ્મણીનદી પરનો કોઝવે પાછલા છથી સાત વર્ષથી અતિ જર્જરીત હતો અને આ બાબતે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા નહીં લેવામાં આવતા આજે આ જર્જરીત કોઝવે આખો તૂટી પડતા હળવદ સાથેનો વાહન-વ્યવહાર બંધ થઈ ગયો છે.

બ્રાહ્મણી નદી ફરતા ગામોના છાત્રોને હાલાકી

બ્રાહ્મણી નદી પરનો કોઝવે તૂટી પડતા આ નદીની આજુબાજુ ના અડધા, રાયસંગપુર, અમરાપર ગામોના છાત્રો મયુરનગર અભ્યાસ માટે અવરજવર કરતા હતા ત્યારે હાલ પરીક્ષાના સમયેજ આ રસ્તો હાલ બંધ થઈ જતા છાત્રો માટે હાલ સંકટ ઊભું થયું છે. ઉપરાંત મયુરનગર-હળવદ વચ્ચેનો રસ્તો પણ હાલ બંધ જતા ગામના રહીશોને હળવદ આવવા વાયા ધનાળા ઉપર ફરી ફરીને અવરજવર કરવી પડશે.