MBBS અને BDS કોર્સ માટેની UG-NEET શાંતિપૂર્ણ સંપન્ન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • MBBS અને BDS કોર્સ માટેની UG-NEET શાંતિપૂર્ણ સંપન્ન

MBBS અને BDS કોર્સ માટેની UG-NEET શાંતિપૂર્ણ સંપન્ન

 | 4:40 am IST
  • Share

એમબીબીએસ, બીડીએસ, આયુર્વેદ, યુનાની અને હોમિયોપથી કોર્સમાં પ્રવેશ માટે નીટ-યુજી પેન અને પેપર મોડથી આજે લેવાઈ હતી. ગુજરાતમાં ૭૦,૯૦૩ વિદ્યાર્થીઓ નીટ માટે નોંધાયા હતા. તેમાંથી ૫૦૦ કે ૬૦૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાંનો અંદાજ છે. ક્યાંયથી કોઈ અપ્રિય ઘટનાના અહેવાલ આવ્યા નથી. ગત વર્ષ કરતાં આ વર્ષે પ્રમાણમાં અઘરું રહ્યું હોવાનો વિદ્યાર્થીઓનો અભિપ્રાય રહ્યો હતો. રાજ્યમાં ૧૨ શહેરોમાં ૧૭૪ સેન્ટરો પર નીટ લેવાઈ હતી. જેમાં વિદ્યાર્થીની સંખ્યા ૩૨,૧૫૮ અને વિર્દ્યાિથની ૩૮,૭૪૫ મળી કુલ ૭૦,૯૦૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. મેડિકલ ફિલ્ડમાં જવા માટેની અગત્યની પરીક્ષા હોય ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય છે. લગભગ એકાદ માસની અંદર રિઝલ્ટ જાહેર થશે. તે પૂર્વે એનટીએ દ્વારા આન્સર કી જાહેર કરવામાં આવશે. મેડિકલના અંડર ગ્રેજ્યુએટ કોર્સ માટે નીટ-યુજી ફરજિયાત થઈ ગઈ છે. એઈમ્સ અને જીપમેરમાં પ્રવેશ માટે અલગથી પરીક્ષા લેવાતી હતી તે પણ હવે બંધ કરવામાં આવી છે. આ બંને પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રવેશ માટે નીટનો સ્કોર જ માન્ય ગણાશે. એમબીબીએસ અને બીડીએસ સિવાય બેચલર ઓફ આયુર્વેદા, મેડિસીન એન્ડ સર્જરી, બેચલર ઓફ યુનાની મેડિસીન એન્ડ સર્જરી, બેચલર ઓફ હોમિયોપેથીક મેડિસીન એન્ડ સર્જરી કોર્સમાં પ્રવેશ માટે આજે બપોરે ૨ થી ૫ સુધી નીટ લેવાઈ હતી. જેમાં ફિઝીક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના પેપર લેવાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન