MCC's historic decision in the interest of cricket, now 'better or better' will be written instead of batsmen
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ક્રિકેટના હિતમાં MCCનો ઐતિહાસિક નિર્ણય, હવે બેટ્સમેનના બદલે ‘બેટર કે બેટર્સ’ લખાશે

ક્રિકેટના હિતમાં MCCનો ઐતિહાસિક નિર્ણય, હવે બેટ્સમેનના બદલે ‘બેટર કે બેટર્સ’ લખાશે

 | 9:30 am IST
  • Share

મેરિલબોર્ન ક્રિકેટ ક્લબ (એમસીસી) તેના નિયમોમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. એમસીસીએ બેટ્સમેનના સ્થાને જેન્ડર ન્યૂટ્રલ પ્રથાના આધારે હવે બેટર કે બેટર્સ શબ્દનો ઉપયોગ કરવાની જાહેરાત કરી છે. એમસીસીની સમિતિએ આ મોટો ફેરફારને મંજુરી પણ આપી દીધી છે. ક્રિકેટના નિયમો ઘડનારી સંસ્થા એમસીસીનું માનવું છે કે જેન્ડર ન્યૂટ્રેલિટી શબ્દનો ઉપયોગ તમામના એક થવાના કારણે ક્રિકેટની સ્થિતિ સુધારવામાં મદદરૃપ બનશે. એમસીસીએ આ ફેરફાર તાત્કાલિક અસરથી કર્યો છે.

એમસીસીએ જણાવ્યું હતું કે ક્લબની વિશેષ કાનૂની સલાહકાર સમિતિ દ્વારા પ્રારંભિક ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ફેરફારને એમસીસીની સમિતિએ મંજૂરી આપી દીધી હતી. એમસીસીનું માનવું છે કે ઘણા મીડિયા સંગઠન ઘણા લાંબા સમયથી પોતાના રમત રિર્પોિંટગમાં બેટર શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. જેન્ડર ન્યૂટ્રલ શબ્દનો ઉપયોગ કરવાથી ક્રિકેટની રમત તમામ માટે છે તેવી રમતના આ સ્ટેટ્સને એક નવી તાકાત મળશે. આ ફેરફાર જેન્ડર ન્યૂટ્રલ પ્રથાની દિશામાં અગાઉથી ચાલી રહેલા વિકાસ ક્રમનો એક ભાગ છે. આ સાથે ક્રિકેટ પ્રત્યે એમસીસીની એક વૈશ્વિક જવાબદારી પણ છે.

એમસીસીના ક્રિકેટ અને સંચાલન સહાયક સેક્રેટરી જેમી કોક્સે જણાવ્યું હતું કે એમસીસી ક્રિકેટને તમામ માટે એક જ રમત માને છે અને આધુનિક સમયમાં રમતની બદલાઇ રહેલી તસવીર બતાવે છે. બેટર શબ્દનો ઉપયોગ આપણી ભાષામાં એક સ્વાભાવિક વિકાસ છે અને આ રમતમાં ઘણી અગાઉથી બેટર શબ્દનો ઉપયોગ થઇ રહ્યો છે. આ ફેરફારને સત્તાવાર સ્વરૃપ આપવાનો સમય પાકી ગયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો