મેકડોનાલ્ડ ઇન્ડિયાની એપ ૨૨ લાખ યૂઝર્સના ડેટા લીક કરે છે : અહેવાલ

90

નવી દિલ્હી, તા. ૧૮

સાયબર સિક્યોરિટી સ્ટાર્ટઅપ ફોલિબલ અનુસાર મેકડોનાલ્ડ ઇન્ડિયાની મેક ડિલિવરી એપ ૨.૨ મિલયિન કરતા વધારે યૂઝર્સની અંગત માહિતી લીક કરે છે. આ માહિતીમાં નામ, ઇમેલ એડ્રેસ, ફોન નંબર, હોમ એડ્રેસ, એક્યુરેટ હોમ કો-ઓર્ડિનેટ્સ અને સોશિયલ પ્રોફાઇલ લિન્ક જેવી અંગત માહિતીનો સમાવેશ થાય છે. કંપનીએ દાવો કરતા જણાવ્યું છે કે અમે ૭ ફેબ્રુઆરીએ આ અંગેની જાણ કંપનીને કરી છે અને કંપનીની એક્નોલેજમેન્ટ રિસિપ્ટ અમને ૧૩ ફેબ્રુઆરીએ મળી છે. આમ છતાં સમસ્યા હજુ યથાવત છે.

મેકડોનાલ્ડ ઇન્ડિયા હોમ ડિલિવરી એપ દેશનાં ૨.૨ મિલિયન યુઝર્સના વ્યક્તિગત ડેટા લીક કરે છે તેવા અહેવાલને મેકડોનાલ્ડ ઇન્ડિયાએ નકારી કાઢયો છે. કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું છે કે અમે અમારા યુઝર્સને જણાવીએ છીએ કે અમારી વેબસાઇટ અને એપ ગ્રાહકોનાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, વોલેટના પાસવર્ડ કે બેન્કનાં ખાતાની વિગતો જેવી સંવેદનશીલ માહિતીનો સંગ્રહ કરતા નથી. અમારી વેબસાઇટ અને એપ યુઝર્સ માટે એકદમ સુરક્ષિત છે અને અમે નિયમિતપણે તેના સિક્યોરીટી ફિચર્સને અપડેટ કરીએ છીએ.