મેલબર્નની પીચને ICCએ કહી ‘ઘટિયા’, જાણો શા માટે - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • મેલબર્નની પીચને ICCએ કહી ‘ઘટિયા’, જાણો શા માટે

મેલબર્નની પીચને ICCએ કહી ‘ઘટિયા’, જાણો શા માટે

 | 7:51 pm IST

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) એશિઝમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેલબર્ન ખાતે યોજાયેલી ચોથી ટેસ્ટ મેચની પીચને પુઅર રેટિંગ આપ્યું હતું. પ્રથમ ત્રણ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ સતત ત્રણ જીત મેળવી હતી પરંતુ ત્યારબાદ રમાયેલી ચોથી ટેસ્ટમાં સમગ્ર મેચ દરમિયાન ફક્ત 24 વિકેટ પડી હતી.

ICCના મેચ રેફરી રંજન મદુગલ્લેએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મેનબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની પીચ પર બાઉન્સ મીડિયમ રહ્યો હતો અને જેમ મેચ આગળ વધતી જતી હતી તેમ પેસ પણ વધુને વધુ ધીમો થતો ગયો હતો. સમગ્ર ટેસ્ટ મેચ દરમિયાન પીચના મિજાજમાં થોડો પણ બદલાવ જોવા મળ્યો નહોતો જે સામાન્ય ન કહેવાય.

આ ટેસ્ટ મેચ દરમિયાન પીચ પરથી બોલરો અને બેટ્સમેનો બંનેને વધુ તક આપી નહોતી જેને કારણે બેટ્સમેનો અને બોલરો વચ્ચે કોઇ ખાસ જંગ જોવા મળ્યો નહોતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પાસે જવાબ આપવા માટે બે અઠવાડિયાનો સમય છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ જેમ્સ સધરલેન્ડે જણાવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં આવું ન થાય તે માટે પૂરતા પ્રયાસ કરશે અને સાથે સાથે ગ્રાઉન્ડના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે. ટીમના ખેલાડીઓ, ICCના સદસ્યો અને ગ્રાઉન્ડના અધિકારીઓ સાથે મળીને આવું રેટિંગ ફરી વખત ન મળે તે માટે ચોક્કસ પગલાં ભરીશું.