MCXગોલ્ડમાં તેજીને બ્રેક લાગશે - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS

MCXગોલ્ડમાં તેજીને બ્રેક લાગશે

 | 1:30 am IST

કોમોડિટી ચાર્ટની નજરેઃ અનુજ

નવા સપ્તાહે એમસીએક્સ ગોલ્ડના એપ્રિલ વાયદામાં મિશ્ર વલણ જોવા મળશે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ છે. આરએસઆઇ પીછેહઠ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૫૭.૮૫ છે. એમએસીડી હકારાત્મક છે. હાલ મજબૂત રેઝિસ્ટન્ટની જરૂર.

આગામી સપ્તાહ માટે એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચર માટે રૂ.૨૯,૭૦૦નો સપોર્ટ અને રૂ.૨૯,૧૯૫નો સ્ટ્રોગ સપોર્ટ છે. જો સુધારા તરફી ચાલમાં ગોલ્ડ વાયદો રૂ.૩૦,૪૨૫નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ લેવલ વટાવે તો ભાવમાં રૂ.૩૦,૭૨૦ સુધીની તેજીની ધારણા રાખવી.

પાછલાં સપ્તાહે ચાર્ટ ઉપર એમસીએક્સ ગોલ્ડ વાયદો રૂ.૩૦,૪૨૦ના મથાળે ખુલ્યો હતો અને સપ્તાહના પ્રથમ ભાગમાં જ રૂ.૩૦,૭૧૪ની ઊંચી સપાટીએ જતો રહ્યો હતો. જોકે સપ્તાહના બીજા ભાગમાં નરમાઇ તરફી વલણ હતું અને ભાવ ઘટાડાની ચાલમાં રૂ.૩૦,૮૦૫ની નીચી સપાટીએ પહોંચ્યાં હતા. વાયદો અંતે માત્ર ૧.૧૬ ટકાના સાપ્તાહિક ઘટાડામાં રૂ.૩૦,૦૧૫ના મથાળે બંધ થયો હતો.

ચાંદી વાયદામાં નકારાત્મક વલણ

એમસીએક્સ સિલ્વરના માર્ચ વાયદામાં આગામી સપ્તાહે નકારાત્મક વલણ રહેવાની ધારણા છે. જેમાં ટૂંકા ગાળા માટે રૂ.૩૬,૬૭૫નો ટેકો અને ત્યારબાદ રૂ.૩૫,૪૫૦નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો. તો બીજી બાજુ જો માર્ચ વાયદો રૂ.૩૮,૪૮૦ની પ્રતિકારક સપાટી કૂદાવે તો ચાંદીમાં રૂ.૩૯,૧૨૦ સુધીના ઉછાળાની અપેક્ષા રાખી શકાય. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની નીચે બંધ છે. આરએસઆઇ પીછેહઠ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૪૨.૪૮ છે. એમએસીડી પણ નકારાત્મક છે પરંતુ તે પોઝિટિવ થવાની શક્યતા છે.

ક્રૂડ ઓઇલમાં મંદી તરફી ટ્રેન્ડ

એમસીએક્સ ક્રૂડ ઓઇલના ફેબ્રુઆરી ફ્યૂચર કોન્ટ્રાક્ટમાં આગામી સપ્તાહે ઘટાડા તરફી ચાલ જોવા મળશે. હાલ વાયદો ૧૦ સપ્તાહના ઇએમએની ઉપર છે પરંતુ ૨૦ સપ્તાહના ઇએમએની નીચે બંધ છે. આરએસઆઇ પીછેહઠ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૫૪.૯૧ છે. એમએસીડી પણ પોઝિટિવ છે પરંતુ તે નેગેટિવ થવાની ધારણા છે.

નવા સપ્તાહે ક્રૂડ વાયદામાં ટૂંકા ગાળા માટે રૂ.૪,૦૩૫નો સપોર્ટ અને રૂ.૩,૮૯૫નો ફાઇનલ સપોર્ટ છે. તો બીજી બાજુ રૂ.૪,૨૭૫નું રેઝિસ્ટન્ટ અને ત્યારબાદ રૂ.૪,૩૮૦નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ ધ્યાનમાં રાખવાની જરૂર છે.

ધાણા વાયદામાં વેચવાલીનું દબાણ

એનસીડીઇએક્સ ધાણાના એપ્રિલ કોન્ટ્રાક્ટમાં નવા સપ્તાહે મંદી તરફી ચાલ રહેશે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર છે. એમએસીડી પોઝિટિવ છે પરંતુ તે નેગેટિવ થવાની ધારણા છે. આરએસઆઇ પીછેહઠ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૫૫.૯૦ છે.

ટૂંકા ગાળા માટે ધાણા વાયદામાં રૂ.૫,૩૯૦નો ટેકો અને ત્યારબાદ રૂ.૫,૧૪૦નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો. જો તેજીની ચાલમાં વાયદો રૂ.૫,૮૬૦ની મહત્ત્વની પ્રતિકારક સપાટી કૂદાવે તો રૂ.૬,૦૨૫ સુધીનો ઊછાળો આવી શકે છે.

મેન્થા તેલના વાયદામાં પીછેહઠ

એમસીએક્સ મેન્થા ઓઇલ ફેબ્રુઆરી વાયદામાં આગામી સપ્તાહે ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. ધાણા વાયદામાં શોર્ટ ટર્મ માટે રૂ.૧,૩૯૫નો ટેકો અને રૂ.૧,૩૧૦નો સ્ટ્રોંગ સપોર્ટ છે. તો બીજી બાજુ રૂ.૧,૫૦૦નું રેઝિસ્ટન્ટ અને રૂ.૧,૫૭૦નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ ધ્યાનમાં રાખવું. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમઆઇની નીચે છે. આરએસઆઇ ઘટી રહ્યું છે અને કરંટ રીડિંગ ૪૯.૧૯ છે. એમએસીડી પણ નકારાત્મક છે.

સોયાબીન વાયદો સાંકડી વધઘટે મક્કમ

એનસીડીઇએક્સ સોયાબીનના ફેબ્રુઆરી વાયદામાં વધઘટે સકારાત્મક વલણ જોવા મળશે. ચાર્ટ ઉપર વિતેલા સપ્તાહે સોયાબીન વાયદો રૂ.૩,૬૫૮ના મથાળે ખુલ્યા હતો અને સપ્તાહના પ્રથમ ભાગમાં જ રૂ.૩,૪૯૨ના તળિયે જતો રહ્યો હતો. જો કે સપ્તાહના બીજા ભાગમાં ભાવ નીચા મથાળેથી બાઉન્સ બેક થયા હતા અને ઉપરમાં રૂ.૩,૮૩૧ સુધીનો ઊંચો ભાવ બોલાયો હતો. અંતે સોયાબીન વાયદો ૩.૧૩ ટકાના સાપ્તાહિક સુધારા સાથે રૂ.૩,૭૮૫ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે પાછલાં સપ્તાહે સોયાબીન વાયદો રૂ.૩,૬૭૦ના મથાળે બંધ થયો હતો.

હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ છેે જે સુધારાના સંકેત આપે છે. એમએસીડી પણ પોઝિટિવ ઝોનમાં છે. આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૭૬.૭૦ છે. જો કે ઊંચા મથાળે વેચવાલી જોવા મળી શકે છે.