એમસીએક્સ ગોલ્ડમાં પોઝિટિવ ટ્રેન્ડ - Sandesh

એમસીએક્સ ગોલ્ડમાં પોઝિટિવ ટ્રેન્ડ

 | 4:48 am IST

કોમોડિટી ચાર્ટની નજરેઃ અનુજ

એમસીએક્સ ગોલ્ડના ફેબ્રુઆરી વાયદામાં આગામી નવા સપ્તાહે પોઝિટિવ ટ્રેન્ડ રહેવાની ધારણા છે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ છે પરંતુ ૨૦ સપ્તાહના ઇએમએને તોડવામાં નિષ્ફળ રહ્યાં છે. એમએસીડી પણ હાલ નકારાત્મક છે જો કે પોઝિટિવ થઇ શકે છે. આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૪૮.૯૭ છે. આગામી સપ્તાહ માટે એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચર માટે રૂ.૨૮૬૬૫નો સપોર્ટ અને રૂ.૨૮૨૯૦નો સ્ટ્રોગ સપોર્ટ છે. જો સુધારા તરફી ચાલમાં ગોલ્ડ વાયદો રૂ.૨૯૩૦૦૫નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ લેવલ વટાવે તો ભાવમાં રૂ.૨૯૭૫૦ સુધીની તેજીની ધારણા રાખવી.

પાછલાં સપ્તાહે ચાર્ટ ઉપર એમસીએક્સ ગોલ્ડ વાયદો રૂ.૨૮૬૭૬ના મથાળે ખૂલ્યો હતો. સમગ્ર સપ્તાહ દરમિયાન સતત આગેકૂચ જારી રહી હતી અને ભાવ રૂ.૨૯૦૭૮ની ઊંચી સપાટીએ ક્વોટ થયો હતો. અંતે વાયદો ૧.૨૫ ટકાના સાપ્તાહિક સુધારા સાથે રૂ.૨૯૦૧૨ના મથાળે બંધ થયો હતો.

ચાંદી વાયદામાં તેજી આગળ વધશે

એમસીએક્સ સિલ્વરના માર્ચ વાયદામાં આગામી સપ્તાહે તેજી તરફી વલણ રહેવાની શક્યતા છે. જેમાં ટૂંકા ગાળા માટે રૂ.૩૮૫૫૦નો ટેકો અને ત્યારબાદ રૂ.૩૭૯૫૦નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો. તો બીજી બાજુ જો માર્ચ વાયદો રૂ.૪૦૦૫૦ની પ્રતિકારક સપાટી કૂદાવે તો ચાંદીમાં રૂ.૪૧૫૭૫ સુધીના ઉછાળાની અપેક્ષા રાખી શકાય. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ રહ્યાં હોવાથી આગેકૂચના સંકેત મળે છે. આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૫૦.૮૪ છે. જો કે એમએસીડી નેગેટિવ છે પરંતુ પોઝિટિવ ઝોનમાં પ્રવેશી શકે છે.

ક્રૂડ ઓઇલમાં બુલિશ ટ્રેન્ડ

એમસીએક્સ ક્રૂડ ઓઇલના જાન્યુઆરી ફ્યુચર કોન્ટ્રાક્ટમાં આગામી સપ્તાહે બુલિશ ટ્રેન્ડ જળવાઇ રહેવાની ધારણા છે. હાલ વાયદો ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર છે. આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૬૬.૭૨ છે. એમએસીડી પણ પોઝિટિવ છે જો કે તે નેગેટિવ થવાની શક્યતા ખરી. ઊંચા મથાળે નફારૂપી વેચવાલી પણ આવી શકે છે.

નવા સપ્તાહે ક્રૂડ વાયદામં ટૂંકા ગાળા માટે રૂ.૩૭૪૦નો સપોર્ટ અને રૂ.૩૬૭૦નો ફાઇનલ સપોર્ટ છે. તો બીજી બાજુ રૂ.૩૮૮૫નું રેઝિસ્ટન્ટ અને ત્યારબાદ રૂ.૩૯૯૦નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ ધ્યાનમાં રાખવાની જરૂર છે.

ધાણા વાયદામાં સાંકડી વધ-ઘટ

એનસીડીઇએક્સ ધાણાના જાન્યુઆરી ફ્યૂચર કોન્ટ્રાક્ટમાં નવા સપ્તાહે મિશ્ર વલણ રહેવાની અપેક્ષા છેે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ છે અને સાર્વત્રિક બુલિશ ટ્રેન્ડના સંકેત આપે છે. એમએસીડી પણ હકારાત્મક છે. જો કે આરએસઆઇ પણ પીછેહઠ કરી રહ્યું છે અને હાલનું રીડિંગ ૫૫.૬૯ છે. ટૂંકા ગાળા માટે ધાણા વાયદામાં રૂ.૫૨૬૦નો ટેકો અને ત્યારબાદ રૂ.૫૦૭૦નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો. જો તેજીની ચાલમાં વાયદો રૂ.૫૬૦૫ની મહત્ત્વની પ્રતિકારક સપાટી કૂદાવે તો રૂ.૫૭૮૦ સુધીનો ઊછાળો આવી શકે છે.

મેન્થા તેલમાં બે તરફી વલણ

એમસીએક્સ મેન્થા ઓઇલ ડિસેમ્બર ફ્યૂચરમાં આગામી સપ્તાહે બે તરફી વલણ જોવા મળી શકે છે. ધાણા વાયદામાં શોર્ટ ટર્મ માટે રૂ.૧૬૦૦નો ટેકો અને રૂ.૧૫૪૦નો સ્ટ્રોંગ સપોર્ટ છે. તો બીજી બાજુ રૂ.૧૭૦૫નું રેઝિસ્ટન્ટ અને રૂ.૧૭૫૦નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ ધ્યાનમાં રાખવું. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ છે. એમએસીડી પણ પોઝિટિવ છે. આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરંટ રીડિંગ ૬૫.૬૦ છે.

સોયાબીનમાં સુધારાની ચાલ

એનસીડીઇએક્સ સોયાબીનના જાન્યુઆરી વાયદામાં સુધારા તરફી ચાલ જોવા મળશે. ચાર્ટ ઉપર વિતેલા સપ્તાહે સોયાબીન વાયદો રૂ.૩૦૭૦ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહના બીજા ભાગમાં જ રૂ.૩૧૧૭ની ઊંચી સપાટીએ ક્વોટ થયો હતો. જો કે ત્યારબાદ ઊંચા મથાળે નફા વસૂલી રૂપી વેચવાલીના દબાણમાં ભાવ રૂ.૩૦૫૧ના તળિયે પહોંચ્યા હતા. અંતે સોયાબીન વાયદો ૦.૨૦ ટકાના સાપ્તાહિક ઘટાડે સાથે રૂ.૩૦૬૪ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે પાછલાં સપ્તાહે સોયાબીન વાયદો રૂ.૩૦૭૦ના મથાળે બંધ થયો હતો.