MCX Gold will have a soft atmosphere, what is the reason?

MCX ગોલ્ડમાં નરમાઈનો માહોલ રહેશે, જાણો શું છે કારણ? 

 | 7:30 am IST

કોમોડિટી ચાર્ટની નજરે : અનુજ

એમસીએક્સના સોનાના ડિસેમ્બર વાયદામાં નવા સપ્તાહે મિશ્ર વલણ જોવા મળશે. ગત સપ્તાહે ચાર્ટ ઉપર ભાવ રૂ. ૩૭,૬૮૭ ખૂલ્યો અને સપ્તાહની શરૂઆતમાં જ રૂ. ૩૭,૫૧૦ની નીચી સપાટી બની હતી. જો કે ત્યાર પછીના સપ્તાહ દરમિયાન ભાવ વધ્યા હતા અને સપ્તાહના બીજા ભાગમાં રૂ. ૩૮,૩૧૮ની ઊંચી સપાટીને સ્પર્શ્યા હતા. પરંતુ ત્યારબાદ સપ્તાહના અંતે નફ વસૂલીને લીધે ભાવ ગગડયા હતા. અંતે એમસીએક્સ ગોલ્ડ વાયદો સાપ્તાહિક ધોરણે ૦.૩૯ ટકાના સુધારામાં ૩૮,૦૧૫ રૂપિયા બંધ થયો હતો. (બંધ ભાવ ૧૫મી નવેમ્બરે બપોરે બે વાગે)

ભાવ હાલ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ છે. આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરંટ રીડિંગ ૬૫.૭૯ છે. જો કે એમએસીડી પણ પીછેહઠ કરી રહ્યું છે.

આગામી સપ્તાહ માટે ગોલ્ડ વાયદામાં ૩૭,૪૭૫ અને ત્યારબાદ ૩૭,૦૨૫નો મજબૂત ટેકો છે. તો બીજી બાજુ ૩૮,૫૧૦ અને ૩૮,૮૬૦ની મજબૂત પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી.

ચાંદી વાયદામાં સાંકડી વધઘટ 

એમસીએક્સ ચાંદીના ડિસેમ્બર વાયદામાં નવા સપ્તાહે સાંકડી રેન્જમાં વઘધટ જોવા મળે તેવી ધારણા છે. પાછલા સપ્તાહે ચાર્ટ ઉપર ચાંદી વાયદો રૂ. ૪૪,૧૦૦ના ભાવે ખૂલ્યો અને સપ્તાહના આરંભમાં જ રૂ. ૪૩,૬૦૬ની નીચી સપાટીને સ્પર્શ્યા હતા. ત્યારબાદના સપ્તાહમાં ભાવ વધ્યા હતા અને સપ્તાહના બીજા ભાગમાં વાયદો રૂ. ૪૪,૮૮૮ની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. જો કે સપ્તાહના અંતે નફ વસૂલીને પગલે ભાવ ઊંચા મથાળેથી તૂટયા હતા. અંતે ચાંદી વાયદો ૦.૯ ટકાના સાપ્તાહિક સુધારામાં રૂ. ૪૪,૨૬૯ના મથાળે બંધ થયો હતો.

ભાવ હાલ ૧૦ સપ્તાહના ઇએમએની નીચે બંધ છે પરંતુ ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ છે. એમએસીડી પણ નેગેટિવ છે. જો કે આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરંટ રીડિંગ ૫૫.૩૯ છે.

હવે નવા સપ્તાહે ચાંદી વાયદા માટે રૂ. ૪૩,૧૫૦ અને ત્યારબાદ રૂ. ૪૨,૦૪૦નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો. તો બીજી બાજુ રૂ. ૪૪,૯૦૦ અને ત્યારબાદ રૂ. ૪૬,૫૫૫ની પ્રતિકાર સપાટીને ધ્યાનમાં રાખવી જોઈએ.

ક્રૂડમાં નવી ખરીદી નીકળે તો તેજીની આશા 

એમસીએક્સ ક્રૂડ ઓઇલના ડિસેમ્બર વાયદામાં આગામી સપ્તાહે બે તરફી ટ્રેન્ડ રહેવાની આગાહી કરાઈ છે. પાછલા સપ્તાહે ચાર્ટ ઉપર ક્રૂડ વાયદો રૂ. ૪,૦૭૦ ખૂલ્યો અને સપ્તાહના આરંભમાં જ ભાવ રૂ. ૪,૦૩૬ની નીચી સપાટીને સ્પર્શ્યા હતા. જો કે ત્યારબાદ ભાવ સુધર્યા હતા અને સપ્તાહના બીજા ભાગમાં ભાવ રૂ. ૪,૧૭૧ની ઊંચી સપાટીને સ્પર્શ્યા હતા. પણ સપ્તાહના અંતે ઊંચા મથાળે ભાવમાં ફ્રી પીછેહઠ જોવા મળી હતી. અંતે ક્રૂડ વાયદો ૦.૧૫ ટકાના સાપ્તાહિક સુધારામાં રૂ. ૪,૦૯૨ના સ્તરે બંધ થયો હતો.

ભાવ હાલ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ છે જેને પગલે આગામી સમયમાં નવી ખરીદી નીકળતા સાર્વત્રિક તેજી જોવા મળી શકે છે. આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરંટ રીડિંગ ૫૨.૮૪ છે. આ ઉપરાંત એમએસીડી પણ નકારાત્મક છે.

નવા સપ્તાહે ટૂંકા ગાળામાં ક્રૂડ વાયદા માટે રૂ.૩,૮૮૫ અને રૂ. ૩,૭૫૦નો સ્ટ્રોગ સપોર્ટ છે. તો બીજી બાજુ રૂ. ૪,૨૩૦ અને રૂ. ૪,૪૮૫નું સ્ટ્રોગ રેઝિસ્ટન્ટ ધ્યાનમાં રાખવું.

કોપર વાયદા પર નરમાઈનો માર 

એમસીએક્સના કોપરના નવેમ્બર વાયદામાં નવા સપ્તાહે પણ એકંદરે નરમાઇ ભર્યો માહોલ રહેેવાની અપેક્ષા છે. વીતેલાં સપ્તાહે ચાર્ટ ઉપર કોપર વાયદો રૂ. ૪૪૨.૧૦ના મથાળે ખૂલ્યો અને સપ્તાહના આરંભમાં જ રૂ. ૪૪૨.૭૫ની ઊંચી સપાટી બનાવી હતી. ત્યારબાદ સપ્તાહ દરમિયાન ભાવ ઘટયા હતા અને સપ્તાહના બીજા ભાગમા રૂ. ૪૩૭ની નીચી સપાટીને સ્પર્શ્યા હતા. અંતે વાયદો સાપ્તાહિક ધોરણે ૧.૧૩ ટકાના ઘટાડે રૂ. ૪૩૭.૪૦ના મથાળે બંધ થયો હતો.

ભાવ હાલ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની નીચે બંધ છે. આરએસઆઇ પીછેહઠ કરી રહ્યું છે અને કરંટ રીડિંગ ૪૯.૧૫ છે. એમએસીડી પણ નેગેટિવ છે.

ટૂંકા ગાળા માટે કોપર વાયદા માટે રૂ. ૪૩૧.૨૦ અને ત્યારબાદ રૂ. ૪૨૧નો મજબૂત ટેકો છે. જો બીજી બાજુ રૂ. ૪૪૨.૭૫ અને અને રૂ.૪૫૦ મજબૂત પ્રતિકાર સપાટી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન