MDH Owner 'Mahashay' Dharampal Gulati Alive, Reports Of Death Fake
  • Home
  • Business
  • મસાલા કિંગ MDHના માલિકનું નિધન થયું! આ Video પરથી સત્ય થયું ઉજાગર

મસાલા કિંગ MDHના માલિકનું નિધન થયું! આ Video પરથી સત્ય થયું ઉજાગર

 | 2:29 pm IST

મસાલા કિંગ તરીકે MDH મસાલાના માલિક ધર્મપાલ ગુલાટીના મોતના સમાચાર બાદ તેમના પરિવારજનોએ આ અફવા ગણાવી. સાથો સાથ એક વીડિયો પણ રજૂ કરી મોતની અફવાનું ખંડન કર્યું છે. જો કે કેટલાંય મીડિયા રિપોર્ટ્સમાં કહ્યું હતું કે ધર્મપાલ ગુલાટીનું શનિવાર (6 ઑક્ટોબર)ની રાત્રે નિધન થઇ ગયું હતું. તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં છેલ્લાં શ્વાસ લીધા હતા. પરંતુ પરિવારજનો દ્વારા આ રિપોર્ટનું ખંડન કરતાં એક વીડિયો રજૂ કર્યો. વીડિયોમાં દેખાય છે કે ધર્મપાલ ગુલાટી પોતાના પરિવારજનોની સાથે બેઠા છે અને તે ગાયત્રી મંત્રનો જાપ કરી રહ્યાં છે. વીડિયોમાં તેમણે પોતાનો હાથ ઉઠાવી એ બતાવાની કોશિષ કરી કે તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત છે.

વીડિયોમાં એક વ્યક્તિ કહી રહ્યાં છે કે અમે અમારા કાર્યાલયમાં બેઠા છીએ. ધર્મપાલજી સંપૂર્ણપણે સ્વસ્થ છે. કયારેક-કયારેક સોશિયલ મીડિયા પર અફવા ફેલાય છે. તેનો નાજાયઝ લાભ ઉઠાવાય છે. તેનાથી હચો. લોકોને જણાવો કે ધર્મપાલજી પ્રસન્ન મુદ્રામાં છે. તેમની અંદર સંપૂર્ણપણે કાર્ય કરવાની ઇચ્છા છે. આ વીડિયો એટલા માટે રજૂ કરવામાં આવી રહ્યો છે જેથી કરી અફવા દૂર થાય. અમે તેમના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.

सोशल मीडिया के झूठ का खुलासा

MDH महाशय धर्मपाल जी की मृत्यु की खबर फ़ैलाने वाले कितने झूठे लोग है जबकि महाशय जी आज भी पूर्णता स्वस्थ है, आप सभी से निवेदन है कि इस तरह की अफवाह को न फैलाएं… ईश्वर महाशय जी को दीर्घ आयु प्रदान करें

Posted by Arya Samaj youtube on Saturday, October 6, 2018

ધર્મપાલ મહાશયની ઉંમર 96 વર્ષની છે. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે. મોતની અફવા એવા સમયે ઉડી હતી જ્યારે કોઇએ ધર્મપાલજીના પિતા ચુન્નીલાલજીની તસવીરની સાથે તેમના મોતના સમાચાર ચલાવી દીધા હતા. અફવા ઉડ્યા બાદ પરિવારજનોએ નજીકના સંબંધીઓ દ્વારા વીડિયો બનાવી આ સમાચારનું ખંડન કર્યું.

આપને જણાવી દઇએ કે ધર્મપાલ ગુલાટીનો જન્મ પાકિસ્તાનના સિયાલકોટમાં 1922માં થયો હતો. દેશના ભાગલા બાદ તેમના પિતા મહાશય ચુન્ની લાલ ગુલાટી 1947મા દેશની વહેંચણી બાદથી દિલ્લી જતા રહ્યા અને અહીં વસ્યા હતા. 1959મા ધર્મપાલ ગુલાટીએ એમડીએચ મસાલા ફેકટરી, જેને મહાશિયન દી હટ્ટી પણ કહેવાય છે તેની સ્થાપના દિલ્હીના કીર્તિનગરમાં કરાઇ હતી.

આજે આ મસાલાનું નામ દેશમાં જ નહીં આખી દુનિયામાં છે. 2016-17 દરમ્યાન ધર્મપાલ ગુલાટીએ 21 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે ગોદરેજ કન્ઝ્યુમરના આદિ ગોદરેજ અને વિવેક ગંભીર, હિન્દુસ્તાનના યુનિલીવરના સંજીવ મહેતા અને આઇટીસીના વાઇ.સી.દેવેશ્વરની કમાણી કરતાં કયાંય વધુ હતી.