doctor praful doshi again in civil hospital for dna and physical examination in surat
  • Home
  • Gujarat
  • પરિણીતા પર દુષ્કર્મ મામલે ડો.પ્રફુલ દોશીના પોટેન્સી અને DNA ટેસ્ટ કરવામાં આવ્યા

પરિણીતા પર દુષ્કર્મ મામલે ડો.પ્રફુલ દોશીના પોટેન્સી અને DNA ટેસ્ટ કરવામાં આવ્યા

 | 7:32 pm IST

સુરતમાં મી એન્ડ મમ્મી હોસ્પિટલમાં થયેલા દુષ્કર્મના મામલે નવો વળાંક આવ્યો છે. આરોપી ડો.પ્રફુલ દોશીને સિવિલ હોસ્પિટલ લવાયો હતો. જ્યાં ઓરોપીનું પોટેન્સી ટેસ્ટ અને DNA ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગત માસ આરોપી સિવિલ હોસ્પિટલમાં ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા.આરોપી પ્રફુલના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરાશે. સુરતના ડો.પ્રફુલ દોશી સામે દુષ્કર્મનો મામલો નોંધાયો છે.

આરોપી ડોકટર પ્રફુલ દોશીએ સરેન્ડર કર્યું છે. અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ડોક્ટરે મોડી રાત્રે સરેન્ડર કર્યું હતુ. પ્રફુલ દોશી મી એન્ડ મમ્મી હોસ્પિટલમાં ગાયનોકોલોજીસ્ટ ડોક્ટર છે.અઠવાલાઇન્સ પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી તબીબ ડોકટરનું મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકએપ કરાયું હતુ. પુત્ર પ્રાપ્તિની સારવાર માટે પરિણીતા મી એન્ડ મમ્મી હોસ્પિટલમાં જતી હતી. ત્યારે ગત મંગળવારે ડો.પ્રફુલ દોશી સામે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

ઉલ્લેખનિય છે કે 15મી ઓગસ્ટના રોજ ડોકટર પ્રફુલ દોશી સિવિલ હોસ્પિટલમાં ચીફ ગેસ્ટ બન્યા હતા. એજ ડોકટર પ્રફુલ દોશી મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં કાળા કપડે મોઢું ઢાંકેલી હાલતમાં આરોપીના રૂપમાં મેડિકલ ચેક અપ માટે લાવામાં આવ્યા હતા.

છેલ્લા કેટલાક દિવસથી મી એન્ડ મમ્મી હોસ્પીટલમાં દુષ્કર્મ અચરવાના આરોપસર નાસતા-ફરતા બળાત્કારના આરોપી ડોકટર પ્રફુલ દોશીના મુદ્દે શહેરમાં વાતવરણ ખૂબ ઉગ્ર બન્યું છે. અને સુરત પોલીસના સયુંકત પોલીસ કમિશનરે બળાત્કારના આરોપી ડોકટર દોશી વિરુદ્ધ સબળ પુરાવા હોવાનું દાવો કરીને રવાના થયા અને ત્યાંજ ગણતરીના કલાકોમાં ચકચારી સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબ પ્રફુલ દોશી પોલીસના હાથે ઝડપાયો હતો.

આ પણ વાંચો : પુત્ર પ્રાપ્તિની સારવાર માટે પરિણીતા આવી હોસ્પિટલમાં, ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરે બનાવી શિકાર

સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી ડોકટર દોશી દ્વારા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. જોકે બિનસત્તાવાર સૂત્રોના અનુસાર તબીબને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે પોલીસે તબીબની ધરપકડ ચોપડે બતાવી છે. ત્યાર બાદ મોડી રાત્રે તબીબને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લાવ્યા હતા અને કાળા કામકરનારા આરોપી ડોકટર પ્રફુલ દોશીનો ચહેરો કાળા કપડેથી ઢાંકેલી હાલતમાં લાવામાં આવ્યો હતો. કહેવત યાદ આવી ગઈ કે પરદે મેં રેહને દો પરદા ના ઉઠાવો.

અઠવા પોલીસે ડો. દોશીની મર્સીડીઝ કાર, મોબાઈલ અને ગુનો કર્યા તે વખતના પહેરેલા કપડા તેના બાથરૂમમાંથી કબજે કર્યા છે. પોલીસથી બચવા માટે પોતાની મર્સીડીઝ કારમાં પહેલા મુંબઈ, નવસારી બાદમાં અમદાવાદ ખાતે રોકાણ કર્યુ હતું. પ્રફુલ દોશીએ મુંબઈ સંબધીને ત્યાં, નવસારી મિત્રના ફાર્મહાઉસમાં તેમજ અમદાવાદમાં રોકાણ કર્યું હતું. તેના 20 ડોકટર મિત્રોની કડક પૂછપરછ કરતા આખરે તે અમદાવાદથી આવીને વકીલ મારફતે પોલીસમાં હાજર થયો હતો.