મને ગ્લેમરવાળા પાત્રો ભજવવા ગમતા જ નથી - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS

મને ગ્લેમરવાળા પાત્રો ભજવવા ગમતા જ નથી

 | 12:50 am IST

આર. બાલ્કીનો જ આ કમાલ ગણાશે કે પેડમેન ફિલ્મમાં રાધિકા આપ્ટે તો સાવ ગ્લેમર વગરની મહિલા તરીકે તરત ગળે ઉતરી જાય છે, પરંતુ સદા હી-મેન હીરો જ દેખાતો રહેલો અક્ષયકુમાર પણ આ ફિલ્મમાં સાવ ગ્લેમર વગરનો સીધોસાદો ગામવાસી જ લાગે છે.

આ અંગે રાધિકા આપ્ટે સાથે વાત કરી

તું ગ્લેમર વગરની જ ભુમિકા કેમ કરે છે?

મને એવી રિયલિસ્ટિક ભુમિકાઓ જ ગમે છે. જેની સાથે દેશની ૮૦ ટકા મહિલાઓ રીલેટ કરી શકે.

તારી પહેલી ફિલ્મ બદલાપુરમાં તો ગ્લેમર હતું!

ના, એમાં પણ ગ્લેમરની બાદબાકી જ કરી દેવામાં આવી હતી. એ પછી તમે પાર્ચ્ડમાં મને લજ્જો તરીકે જુઓ, ફોબિયામાં ડરથી ફફડતી છોકરી તરીકે જુઓ, માંઝી ધી માઉન્ટેનમેનની ફાગુનિયા તરીકે જુઓ કે આજે પેડમેનની પત્ની તરીકે જુઓ. દરેક પાત્ર વાસ્તવિક લાગશે.

સેનિટરી પેડ જેવો વિષય શા માટે પસંદ કર્યો?

કારણ કે એ વિષે કોઈ વાત જ કરતું નથી. પુરૂષો બોલતા નથી અને મહિલાઓ પણ બોલતી નથી. પોણા ભાગની મહિલાઓ કેટલું અપમાન અને સ્વચ્છતાના અભાવે કેટલું જોખમ ભોગવે છે એ આ ફિલ્મ જોયા પછી જ બધાને સમજાશે.

તારી ભુમિકા જાગૃતિ લાવનાર મહિલાની છે?

ના, શરૂઆતમાં તો હું પણ પરંપરાને છોડવા તૈયાર થતી નથી. પરંતુ પછીથી સમજાય છે કે ખરેખર મારો પતિ જે સ્વચ્છતાની વાત કરે છે એ તો બધા માટે ઉપકારક છે. એટલે પછી હું મારા પતિની મદદમાં જોડાઉં છું.

તને શું લાગે છે, મહિલાઓની આવી ખરાબ સ્થિતિ માટે જવાબદાર કોણ છે?

બંને. પુરૂષો તો ગેરસમજનો ભોગ બન્યા જ છે, મહિલાઓ પણ એમની જ વિચારધારાને સમર્થન આપે છે અને સ્વીકારે છે. બંને આ વિષયમાં કશું કરવા માગતા નથી.

પરંતુ ફિલ્મમાં તો પુરૂષ જ સુધારો લાવે છેને?

હા, પરંતુ એનો વિરોધ એના ઘરની મહિલાઓ જ કરે છે. પત્ની એટલે કે હું પણ મહેણા મારૃં છું. એ બહેનોને સેનિટરી પેડ આપે તો આખો પરિવાર વીફરે છે, કોઈ ભાઈ બહેનોને આવી વાત કરે જ શી રીતે!

ફિલ્મથી સમાજમાં સુધારો થશે?

સુધારો ન થાય તો કોઈ વાંધો નહીં, હું માનું છું કે બધા એ વિષે વાતો કરતા થઈ જાય તો પણ ઘણું છે.

અક્ષયકુમાર સાથે અનુભવ કેવો રહ્યો?

અરે, વાત જ ન પૂછો. અક્ષયકુમાર સેટ ઉપર અને લોકેશન ઉપર શુટીંગ વખતે ખુબ જ ટીખળ કરે છે. પ્રાન્ક કરે છે. યુનિટના લોકોની પીઠ પર જાતજાતની વાતો લખેલા કાગળ ચોંટાડે, નકલી ગરોળીઓ ફેંકીને મહિલાઓને ડરાવે. મને પણ ડરાવી દીધી હતી. સીનના શુટીંગ વખતે સ્ક્રિપ્ટ બહારનું અણધાર્યું કરીને સામેવાળાને હસાવી કે ગૂંચવી દે. કોઈની નજીક જઈ જાણે એના શરીરમાંથી ખુબ વાસ આવતી હોય એવી એકટિંગ કરે. કોઈ ઊંઘતું હોય તો તેના મોં પર ચીતરામણ કરે. આખરે અમે પણ બદલો વાળવાનું નક્કી કર્યું. અમે લોકોએ પણ એમની સાથે ખુબ પ્રાન્ક કર્યા!