મને કેવી આઇબ્રો સારી લાગશે ? - Sandesh
NIFTY 10,382.70 -14.75  |  SENSEX 33,819.50 +-25.36  |  USD 65.0400 +0.29
1.6M
1M
1.7M
APPS

મને કેવી આઇબ્રો સારી લાગશે ?

 | 3:34 am IST

બ્યુટી ક્વેરી :- ખ્યાતિ દેસાઈ

પ્રશ્ન : મારી ઉંમર ૧૬ વર્ષની છે. મારું મોટું કપાળ છે, અને આંખો પણ મોટી છે. તેથી મને ખબર નથી પડતી કે મને કેવી આઇબ્રો સારી લાગશે તો તમે મને જણાવો કે હું કેવી આઇબ્રો કરાવું તો સુંદર લાગશે ?

જવાબ : મોટું કપાળ અને મોટી આંખો હોય તો કપાળના હાડકાં પ્રમાણે આઇબ્રોને આકાર આપીને છેડા તરફ સહેજ બારીક રેખા બનાવો. આવી આઇબ્રોના લીધે મોટા કપાળ અને મોટી આંખોવાળા ચહેરા પર કુદરતી સુંદરતા અને નિર્દોષતા દેખાય છે. તથા તમારો દેખાવ સુંદર અને આકર્ષક લાગશે.

પ્રશ્ન : મારી ઓઇલી સ્કિન છે, તો તેની કેર કરવા માટે કેવો ફેસ પેક લગાવવો જોઇએ તે જણાવો, જેનાથી મારી સ્કિન પણ યુવા દેખાઇ શકે તેવો ઉપાય જણાવો.

જવાબ : ગાજરને બાફીને તેનો માવો તૈયાર કરો. ત્યાર બાદ તેમાં સુખડનો પાઉડર મિક્સ કરો. પછી તેમાં કાકડીનો રસ મિક્સ કરીને એક ફેસ પેક તૈયાર કરો. આ પેકને ફેસ અને નેક પર લગાવો. ૧૫થી ૨૦ મિનિટ રાખ્યા બાદ હળવા હાથે હાથ ભીના કરીને મસાજ કરો. ત્યારબાદ ફેસ ધોઇ નાંખો. તમે આ પેક અઠવાડિયામાં બેથી ત્રણ વખત લગાવી શકો છો. તમારી સ્કિન ગ્લો કરશે.

પ્રશ્ન : મારી ઉંમર ૨૨ વર્ષની છે. હું કોલેજમાં મારી ફ્રેન્ડઝના લાંબા નખ જોઉં છું. તે જોઇને મને પણ લાંબા નખ રાખવાની ઇચ્છા થાય છે પણ મારા નખ વધતા જ નથી તો મને કોઇ ઉપાય જણાવો જેનાથી હું મારા નખ વધારી શકું.

જવાબ : વાળની જેમ નખ પણ આપણી પર્સનાલિટી દર્શાવે છે. જો નખ સારા, ગુલાબી હોય તો શરીરનું આરોગ્ય સારું હોય છે. કાયમ શિયાળા કરતાં ઉનાળામાં નખ જલદી વધતા હોય છે, તમે પ્રોટીન અને કેલ્શિયમયુક્ત ખોરાક લેશો તો નખ સુંદર, મજબૂત બનશે અને ઝડપથી વધશે. દૂધ, દહીં, અખરોટ, બદામ અને લીલા શાકભાજી વગેરે ખોરાકમાં લેવાથી નખનું સ્વાસ્થ્ય અને સુંદરતા બંનેમાં વધારો થશે.