આ ભોજપુરી ફિલ્મને Youtube પર લાખોમાં વ્યૂઅર્સ મળ્યા, આંકડો ધીરે ધીરે વધી રહ્યો છે - Sandesh
  • Home
  • Entertainment
  • આ ભોજપુરી ફિલ્મને Youtube પર લાખોમાં વ્યૂઅર્સ મળ્યા, આંકડો ધીરે ધીરે વધી રહ્યો છે

આ ભોજપુરી ફિલ્મને Youtube પર લાખોમાં વ્યૂઅર્સ મળ્યા, આંકડો ધીરે ધીરે વધી રહ્યો છે

 | 10:41 am IST

ભોજપુરી ફિલ્મોમાં સુપર સ્ટાર ખેસારીલાલ યાદવ અને કાજલ રાઘવાનીની ફિલ્મ ”મેં સેહરા બાંધ કે આઉંગા”નો જલવા યુટ્યુબ પર જોવા મળી રહ્યો છે. ફિલ્મ વાઈરલ થઈ ગઈ છે અને થોડા કલાકોમાં ટોપ ટ્રેન્ડિંગમાં આવી ગઈ. આ ફિલ્મ યુટ્યુબ પર પહેલા નંબર પર ટ્રેન્ડ કરી રહી છે અને અત્યાર સુધી તેને 46 લાખથી વધુ હિટ મળી ચૂકી છે. આ આંકડા તેજીથી વધી રહ્યા છે. જેનાથી ફિલ્મ પંડિતોનું માનવું છે કે, આવનારા દિવસોમાં આ ફિલ્મને વધુ જોવામાં આવશે.

ફિલ્મને મળી રહેલા આ સફળતાને ખેસારીલાલ યાદવે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, મને ખબર હતી કે, ”મેં સેહરા બાંધ કે આઉંગા”ને દર્શકો પાસેથી ભરપૂર પ્રેમ મળશે. આ ફિલ્મને દર્શકોએ પણ ઘણી વખાણી છે. આ ફિલ્મમાં ભોજપુરી સંસ્કારોને બતાવવામાં આવ્યા છે. આ ફિ્લ્મ ફેમિલી ફિલ્મ છે. મને એ વાતની ખુશી છે કે મહિલાઓ પણ મોટી સંખ્યામાં જઈને ફિલ્મો જોઈ રહી છે. અને હવે યુટ્યુબ પર પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હું મારા દર્શકોના પ્રેમનો આભારી છું.

ફિલ્મની એક્ટ્રેસ કાજલ રાઘવાનીએ કહ્યું કે, મને બહુ જ સારું લાગ્યું કે મારી ફિલ્મને બોક્સ ઓફિસ પર આટલો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મ મારો ડ્રીમ પ્રોજેક્ટ હતો. જેના માટે મેં બહુ જ મહેનત કરી હતી. આ ફિલ્મ યુટ્યુબ પર ટોપ ટ્રેન્ડમાં છે, તે મારા માટે મોટી વાત છે.