me-to-started-now-in-gujaratme-to-started-now-in-gujaratme-to-started-
  • Home
  • Ahmedabad
  • મારી પણ જાતીય સતામણી થઈ છે હવે : ‘મી ટૂ’ હવે ગુજરાતમાં પણ શરૂ

મારી પણ જાતીય સતામણી થઈ છે હવે : ‘મી ટૂ’ હવે ગુજરાતમાં પણ શરૂ

 | 2:46 am IST

એક યુવતીએ બોલિવૂડના કમ્પોઝર સામે, બીજીએ કોલેજના પ્રોફેસર સામે આંગળી ચીંધી

ભૂતકાળમાં, કેટલાક કિસ્સામાં તો 20 વર્ષ પહેલાં, જાતીય સતામણી, દુષ્કર્મનો પોતે ભોગ બન્યા હોવાની અને કોણે ભોગ બનાવ્યા તેના નામ જોગ કેફિયત સોશિયલ મીડિયા મારફતે પ્રસિદ્ધ કરવાની યુવતીઓ-મહિલાઓની જે ‘મી ટુ’ ઝુંબેશ રાષ્ટ્રીય સ્તરે શરૂ થઈ છે તેનો ઘરઆંગણે ગુજરાતમાં પણ પ્રારંભ થયો છે. ગુજરાતની યુવતીઓએ પણ પોતે કોના હાથે જાતીય સતામણીનો કેવી રીતે ભોગ બન્યા તેની ક્યાંક સિલસિલાબંધ તો ક્યાંક મર્યાદિત વિગતો સાથે પણ ભોગ બનાવનાર વ્યક્તિના નામ સાથે સોશિયલ મીડિયામાં પોતાની કેફિયત મુકી છે. આમાં એક બોલિવૂડના રાઈટર, કમ્પોઝર તથા બીજા અમદાવાદની એક સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થાના પ્રોફેસરે પોતાની સાથે દુષ્કર્મ કર્યું હોવાનો અથવા આવો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

શહેરમાંથી પ્રસિદ્ધ થતાં એક અંગ્રેજી અને ગુજરાતી અખબાર સાથે ભૂતકાળમાં સંકળાયેલી એક યુવતીએ કેટલાક સમય પહેલાં એક પાર્ટીમાં બોલિવૂડના રાઈટર-કમ્પોઝરે તેને હાથ પકડીને છેડછાડનો પ્રયાસ કર્યાની પણ પોતે અત્યંત અડગપણે પ્રતિભાવ આપતાં પેલા મહાશય બહુ આગળ વધી શક્યા નહોતા, પરંતુ કદાચ આવી છેડછાડ બીજી યુવતીઓ સાથે પણ તેમણે કરી હોવાની આશંકા સાથે ઔઆ યુવતીએ ફેસબુક પર પોતાની પોસ્ટ મુકી છે.

બીજા એક બહાર આવેલા કિસ્સામાં એક યુવતીએ અમદાવાદની એક ડિઝાઈન-મેનેજમેન્ટ ઈન્સ્ટીટયુટના પ્રોફેસરે બે વર્ષ પૂર્વે તેના પર જાતીય હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે. ફેસબુક પર તેણે મુકેલી પોસ્ટ બાદ ભારે ચકચાર મચી હતી. જો કે, આ મામલે હકીકત એવી બહાર આવી છે કે, આ યુવતી ન તો આ સંસ્થામાં વિદ્યાર્થી હતી કે છે, અથવા ત્યાં પ્રોફેસર પણ નથી. વળી, સંસ્થાએ આ આક્ષેપને ગંભીરતાથી લઈ તપાસનો નિર્ણય કર્યો છે.

આક્ષેપ અંગે પ્રોફેસરનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે મને બદનામ કરવાનું આ ષડયંત્ર છે. જેણે આક્ષેપ કર્યો છે તે મારા પત્નીની ફ્રેન્ડ છે. મને સસ્પેન્ડ કરાયો નથી. હું હાલમાં સ્ટડી લીવ પર છું. આ પ્રકરણમાં સત્ય બહાર આવશે. હું તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ. આ મુદ્દે હું કાનૂની લડત આપીશ.

આમ, ખરેખર વાતમાં તથ્યા હોય કે નહીં તે તો તપાસનો વિષય બનશે, પણ પોતાની મરજી વિરૂદ્ધ કોઈ પુરૂષે વર્તન કર્યું હોવાની કથિત ઘટનાઓ સામે ચુપ રહ્યા વિના હવે ગુજરાતી યુવતીઓ બિન્દાસ્ત બહાર આવી રહી છે. તેમાં કેટલાય મોટા માથાં ઝપાટામાં આવી જશે તેવી આશંકા છે.