Me Too Effect Akbar Told To Cut Short Nigeria Visit
  • Home
  • Featured
  • એમ જે અકબરને નાઈજીરિયાના પ્રવાસેથી એક દિવસ વહેલા બોલાવી લેવાયા

એમ જે અકબરને નાઈજીરિયાના પ્રવાસેથી એક દિવસ વહેલા બોલાવી લેવાયા

 | 2:00 pm IST

MeToo નામના અભિયાને દુનિયા ભરમાં ખળભળાટ મચાવી દીધો છે. પોતાના પર થયેલા શારીરિક દુષ્કર્મ કે અત્યાચારની આપવીતી મહિલાઓ આ અભિયાન દ્વારા વર્ણવી રહી છે. આ અભિયાનની ઝાળ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબરને પણ લાગી છે. વિદેશ રાજ્ય મંત્રી પર આરોપ લાગતા સરકાર પણ હરકતમાં આવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે એમ જે અકબરને નાઈજીરિયાનો પ્રવાસ જલ્દીથી પુરો કરી ભારત પરત ફરવાના આદેશ આપ્યા છે. એમ જે અકબર આવતી કાલે શુક્રવારે પરત ફરવાના હતાં, પરંતુ તેમને આજે ગુરૂવારે જ સ્વદેશ પરત ફરવા જણાવી દેવામાં આવ્યું છે. સરકાર અને પાર્ટીના ટોચના પદાધિકારીઓએ કહ્યું છે કે, તે અકબરના ભવિષ્યને લઈને વિચાર કરશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ મામલે ચર્ચા વિચારણા ચાલી રહી છે, તેમનું સ્પષ્ટિકરણ મહત્વનું છે.

કોઈ પણ નિર્ણય લેતા પહેલા વિચાર કરવામાં આવશે. જાણ્યા-સમજ્યા અને વિચાર કર્યા વગર કોઈજ નિર્ણય લેવામાં નહીં આવે. આ મુદ્દો મહિલા સુરક્ષા સાથે સંકળાયેલો છે, જે વડાપ્રધાન માટે પણ મહત્વપૂર્ણ છે. આ બાબત નજરઅંદાજ ના કરી શકાય. તેમ સરકારી સૂત્રએ જણાવ્યું હતું. તેવી જ રીતે એક નેતાએ નામ ના આપવાની શરતે કહ્યું હતું કે, કેટલીક ફરિયાદો ગંભીર છે અને તેના પર વિચારણા કરવામાં આવી રહી છે.

મહિલાઓ સાથે સંકળાયેલો છે મુદ્દો, પાર્ટી ગંભીર

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહિલાઓ અને તેમની સુરક્ષા સંબંધીત મુદ્દાને લઈને ભાજપ હંમેશા પોતાની છબી સ્પષ્ટ રાખવાનો પ્રયાસ કરે છે. જોકે એક સૂત્રનું કહેવું છે કે, પીએમ મોદી ઓપ્તાની સરકારની ટીમ પર વિશ્વાસ ધરાવે છે અને વિરોધ પક્ષોના હોવાળાના કારણે તેમને છોડવામાં વિશ્વાસ નથી રાખતા. આ વખતે પણ તમામ બાબતે ચર્ચા-વિચારણા કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે.

અવારનવાર કેબિનમાં બોલાવતા હતા અકબર

ગઈ કાલે બુધવારે પત્રકાર સબા નકવી અને લેખીકા ગઝાલા વહાબે અકબર સાથેના પોતાના ખરાબ અનુંભવો વર્ણવ્યા હતાં. વહાબે દાવો કર્યો હતો કે, અકબર તેમને અવરનવાર પોતાના કેબિનમા આવવા દબાણ કરતાં હતાં. એટલુ જ નહીં તેમનું ડેસ્ક પણ એટલા માટે બદલી નાખવામાં આવી હતી જેથી કરીને હું તેમની કેબિનની સામે બેસી શકું. તેઓ મને સ્પર્ષ કરવા માટે જુદા જુદા ટાસ્ક માટે બોલાવતા હતાં.