મને સ્ત્રી કરતાં પુરુષ પ્રત્યે વધારે આકર્ષણ છે - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • મને સ્ત્રી કરતાં પુરુષ પ્રત્યે વધારે આકર્ષણ છે

મને સ્ત્રી કરતાં પુરુષ પ્રત્યે વધારે આકર્ષણ છે

 | 12:25 am IST

પ્રશ્ન : હેલો સર, હું ૨૩ વર્ષનો છું. મેં એક પરણેલી મહિલા સાથે બેથી ત્રણ વખત સેક્સ કયુંર્ છે, હું તેની સાથે પ્રોટેક્શન સાથે જ સેક્સ કરું છું, પરંતુ હું જ્યારે પણ સેક્સ કરું છું તો લાંબા સમય સુધી સેક્સ કરી શક્તો નથી. તો શું હું મારા લાઇફ પાર્ટનર સાથે પણ લાંબા સમય સુધી સેક્સ નહીં કરી શકું ? મને કોઇ માર્ગદર્શન આપો.

જવાબ : જુઓ ભાઇ, તમે પરણેલી મહિલા સાથે બેથી ત્રણ વખત સેક્સ કયંર્ુ છે, અને તમારો પ્રશ્ન છે કે તમે લાંબા સમય સુધી સેક્સ કરી શક્તા નથી. સેક્સ લાંબા સમય સુધી ન કરી શકવા માટે કોઇ એક કારણ જવાબદાર નથી. તેની પાછળ અનેક કારણ હોઇ શકે છે, તમારી શારીરિક નબળાઇ મુખ્ય કારણ હોઇ શકે છે. પરંતુ આ તમારી મુંઝવણના કારણે જો તમે એમ વિચારી રહ્યાં છો કે તમે તમારા લાઇફ પાર્ટનર સાથે લાંબો સમય સેક્સ નહીં કરી શકો જેના કારણે તેને સંતોષ નહીં આપી શકો, તો આ બધી વાતોનો અત્યારે કોઇ અર્થ નથી. તમે આ વિચારોને મનમાંથી દૂર કરો. તમારા મનમાં સેક્સની ખૂબ નવાઇ છે. તેથી આમ થાય છે. લગ્ન પછી સમય જતાં બધું ઠીક થઇ જશે.

પ્રશ્ન : હું ૧૮ વર્ષનો યુવાન છું. હું દર પંદર દિવસે એક વખત માસ્ટરબેશન કરું છું. મારું પેનિસ નીચેની તરફ બહુ વળેલું રહે છે. તેથી પેનિસ પરની સ્કિનને નીચેની તરફ કરવામાં ક્યારેક તકલીફ પડે છે. તો શું માસ્ટરબેશન કરવાના કારણે પેનિસ વળી ગયું હશે ? મને કોઇ ઉપાય બતાવો.

જવાબ : માસ્ટરબેશન કરવાની પેનિસ ન વળી જાય, તે તમારી ફક્ત માનસિકતા છે. તથા તમે પ્રશ્નમાં જણાવ્યું છે, કે તમને ફોરસ્કિનને નીચેની તરફ લાવવામાં તકલીફ પડે છે, પરંતુ તમે જણાવ્યું નથી કે દુખાવો થાય છે કે નહીં. તમારે ફોરસ્કિનની તકલીફ માટે સોક્સોકોલોજિસ્ટ પાસે ચેકઅપ કરાવો. જ્યાં સુધી તમારું પેનિસ વળી ગયું છે, તેનો પ્રશ્ન છે તો માસ્ટરબેશન કરવાથી પેનિસ ન વળી જાય, તમે ઉલ્લેખ નથી કર્યો, પરંતુ તમને ઊંધા સુવાની ટેવ હોઇ શકે છે, જેના કારણે પેનિસ વળી ગયું હોઇ શકે. તમે આ વાતની ચર્ચા પણ ડોક્ટર સાથે કરી શકો છો.

પ્રશ્ન : નમસ્કાર સર, હું ૧૮ વર્ષનો યુવાન છું. મારે જાણવું છે કે શું માસ્ટરબેશન કરવાથી બોડી ગ્રોથ સ્ટોપ થઇ જાય છે ?

જવાબ : માસ્ટરબેશનને લઇને અનેક યુવાનો ખોટી માન્યતાઓ ધરાવે છે. પોતાના શરીરમાં થતી કોઇપણ નવી તકલીફ માસ્ટરબેશનના કારણે થાય છે, તેવું જ તેઓ માની લે છે, પણ તે સાચી વાત નથી. માસ્ટરબેશન કરવાના કારણે તમારો શારીરિક વિકાસ અટક્યો છે તે ખોટી વાત છે. તમે ડોક્ટર પાસે બોડી ચેકઅપ કરાવો અને જાણો કે ખરેખર તમારા શરીરમાં કોઇ તકલીફ તો નથી ને જેના કારણે શારીરિક વિકાસ અટકી ગયો છે.

પ્રશ્ન : મારી ઉંમર ૨૦ વર્ષ છે. મને છોકરીઓને જોઇને, કોઇ આકર્ષણ કે કોઇ પ્રકારની ફીલિંગ્સ થતી જ નથી, મને છોકરીઓ કરતાં છોકરાઓમાં વધારે રસ છે, તો શું એનું કારણ તમે જણાવી શકો છો? કે કોઇ દવા હોય તો મને જણાવો ? હું ખૂબ જ પરેશાન છું. હું શું કરું? મારી આ મુંઝવણનું સમાધાન આપો.

જવાબ : સર્વ સામાન્ય બાબત છે, કે એક અમુક ઉંમર પછી સ્ત્રીને પુરુષનું અને પુરુષને સ્ત્રીનું આકર્ષણ થતું હોય છે. પરંતુુ આ આકર્ષણની સાથે ઘણા પુરુષને પુરુષનું આકર્ષણ થતું હોય છે, તેમ સ્ત્રીને પણ સ્ત્રીનું આકર્ષણ થતું હોય છે. તમને કોઇ સ્ત્રી માટે આકર્ષણ નથી થતું તેના કારણે તમારે શરમ અનુભવવાની જરૂર નથી. આ અંગે કોઇ દવાની જરૂર હોતી નથી. તમે કુદરતી રીતે જુદા અભિગમ સાથે જન્મ્યા છો, એ સ્વીકારી લો. તમને સ્ત્રી માટે કોઇ ફીલિંગ્સ જ નથી થતી, તો પછી કોઇપણ દવા કંઇ ન કરી શકે. તમે મુંઝવણ ન અનુભવો તમને જો સ્ત્રી માટે નહીં, પરંતુ પુરુષ માટે આકર્ષણ થતું હોય તો તેમાં કોઇ ખરાબી નથી. ચિંતા ન કરશો. હવે વિવ્ય અને આપણો સમાજ પણ તેને સહજ ગણીને સ્વીકારવા લાગ્યો છે.