MEA respond on Al-Qaeda Chief Ayman al Zawahiri's video
  • Home
  • Featured
  • અલ-કાયદાના ચીફની ધમકી પર ભારતે આપ્યો આ જડબાતોડ જવાબ

અલ-કાયદાના ચીફની ધમકી પર ભારતે આપ્યો આ જડબાતોડ જવાબ

 | 6:34 pm IST

હાલમાં જ અલ-કાયદાના ચીફ અલ જવાહિરીએ કાશ્મીર મામલે ભારતીય સેના અને ભારત સરકારને વીડિયો જાહેર કરી ધમકી આપી હતી. જવાહિરીની આ ધમકીનો વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, આવી ધમકીઓ તો અમે સાંભળતા આવ્યા છીએ, મને નથી લાગતું કે તેને ગંભીરતાથી લેવી જોઈએ.

રવીશ કુમારે કહ્યું કે, અમારા સુરક્ષા બળ ક્ષેત્રીય સંપ્રભુતા અને સુરક્ષાને બનાવી રાખવા માટે તૈયાર અને સક્ષમ છે. અને આવી કોઈ પણ ધમકીને ગંભીરતાથી લેતાં નથી, અને તેને ગંભીરતાથી લેવાની જરૂર પણ નથી.

આતંકી સંગઠન અલ કાયદાના પ્રમુખ આયમાન અલ જવાહિરીએ એક વીડિયો જાહેર કરી કાશ્મીરને લઈ ભારતને ધમકી આપી છે. તેણે કહ્યું કે, ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીરની સરકાર પર સતત હુમલો કરતાં રહેવું જોઈએ. આ વાત ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસિઝ લોન્ગ વોર જર્નલે કહી છે. જવાહિરીએ અસ શબાબ દ્વારા ડોન્ટ ફોરગોટ કાશ્મીરના સંદેશમાં કાશ્મીરમાં સીમા પારથી આતંકવાદના મામલાઓમાં પાકિસ્તાનની સામેલગીરીનો પણ ઉલ્લેખ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન