MEA : We call upon Turkish leadership to not interfere in India's internal affairs
  • Home
  • Featured
  • તુર્કીએ પાક.નું ઉપરાણું લઇ કાશ્મીર મુદ્દો છંછેડતા ભારતે જડબાતોડ જવાબ આપ્યો, કહી દીધું કે…

તુર્કીએ પાક.નું ઉપરાણું લઇ કાશ્મીર મુદ્દો છંછેડતા ભારતે જડબાતોડ જવાબ આપ્યો, કહી દીધું કે…

 | 11:24 am IST

કાશ્મીરને લઇ તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ એર્દોગાને આપેલા નિવેદનનો ભારે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે તુર્કીને અમારા આંતરિક મામલામાં દખલ ના કરવાનું કહી દીધું. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે તુર્કીના નેતૃત્વથી ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ના કરવા અને તથ્યોની યોગ્ય સમજ વિકસિત કરવાની અપીલ કરીએ છીએ, જેમાં પાકિસ્તાનથી ભારત અને ક્ષેત્રમાં આતંકવાદથી ફેલાવનારા ગંભીર ખતરા પણ સામેલ છે. ભારત જમ્મુ અને કાશ્મીરના તમામ સંદર્ભોનો અસ્વીકાર કરે છે, જે ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે.

શું કહ્યું એર્દોગાઆને

તુર્કીના પ્રમુખ રિસેપ તૈયપ એર્દોગાને કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ કર્યો છે. પાકિસ્તાની સંસદના બંને ગૃહોને સંબોધન કરતાં તેમણે એવું નિવેદન આપી દીધું કે ભારત સાથેના સંબંધો ખરાબ થઇ જાય. એર્દોગાને કહ્યું કે કાશ્મીરમાં જુલમ થઇ રહ્યો છે અને તેઓ ચૂપ નહીં રહે. તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને બિનશરતી સમર્થન આપવાનું વચન આપી દીધું.

તમારું દર્દ મારું દર્દ છે : એર્દોગાન

આતંકવાદના જનક પાકિસ્તાન વિષે એર્દોગાને કહ્યું કે પાકિસ્તાન પોતે જ આતંકવાદનો સામનો કરી રહ્યું છે. સાંસદોની તાલીઓના ગડગડાટ વચ્ચે તેમણે કહ્યું કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકમાં પણ તુર્કી પાકિસ્તાનને બિનશરતી સમર્થન આપશે. પાકિસ્તાનને પોતાનું ઘર કહીને એર્દોગાને ઇમરાનને ખુશ કરી દીધા. એર્દોગાને કહ્યું કે, ‘તમારું દર્દ મારું દર્દ છે. આપણી દોસ્તી પ્રેમ અને સન્માન પર આધારિત છે. તુર્કી પાકિસ્તાનના વિકાસમાં સહયોગ કરતું રહેશે.’ એર્દોગાન આ પહેલાં 2016માં પણ પાકિસ્તાની સંસદને સંબોધી ચૂક્યા છે.

આ વીડિયો પણ જુઓ : ટ્રમ્પ, અને મોદીના કાર્યક્રમમાં તેમજ રોડ શો માં 1.25 લાખ લોકો હાજર રહેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન