હવામાં લહેરાતા વિવિધ દેશોના ધ્વજના રંગ અને પ્રતીકના સંદેશા જાણો - Sandesh
NIFTY 10,094.25 -100.90  |  SENSEX 32,923.12 +-252.88  |  USD 65.1675 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • હવામાં લહેરાતા વિવિધ દેશોના ધ્વજના રંગ અને પ્રતીકના સંદેશા જાણો

હવામાં લહેરાતા વિવિધ દેશોના ધ્વજના રંગ અને પ્રતીકના સંદેશા જાણો

 | 4:10 pm IST

વિશ્વના દરેક દેશના ધ્વજમાં રંગો અને ખાસ ચિત્રોનો ઉપયોગ થાય છે. આ રંગ અને ચિત્ર કાંઈકને કાંઈ સંદેશો પાઠવે છે. અહીં આપણે વિશ્વના 10 ધ્વજ અને તેના સંદેશા વિશે જાણીશું.

ભારતઃ કેસરી રંગ બલિદાન, સફેદ રંગ પવિત્રતા અને લીલો રંગ અપેક્ષા માટે છે. અશોક ચક્રમાં 24 રેખાઓ 24 કલાક વિકાસ અને ઝડપનું પ્રતીક છે. લીલો રંગ ખુલ્લા આકાશની વિશાળતા અને પાણીની ઊંડાઈનું પ્રતીક છે.

અમેરિકાઃ અમેરિકી ધ્વજમાં લાલ રંગ ઉત્સાહ અને શક્તિનું પ્રતીક છે. વાદળી સત્ય તથા વિશાળતા દર્શાવે છે. ધ્વજમાં દર્શાવેલા 50 તારા અમેરિકાના વર્તમાન 50 રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. ધ્વજમાં સફેદ અને લાલ રંગના 13 પટ્ટા બ્રિટિશ રાજથી અલગ થયેલી 13 સંસ્થાનો દર્શાવે છે. તેનાથી જ અમેરિકાની સ્થાપના થઈ હતી.

દક્ષિણ આફ્રિકાઃ
ધ્વજમાં કાળો અને લીલો રંગ દેશની અશ્વેત વસતિનું પ્રતીક છે. જ્યારે વાદળી, સફેદ તથા લાલ રંગ શ્વેત વસતીનું પ્રતીક છે. ધ્વજમાં વાય આકાર જૂદી જૂદી જાતિઓના સમુહો વચ્ચેની એકતાનું પ્રતીક છે.

આઈસલેન્ડઃ લાલ રંગ આ ટાપુ પર ઉપસ્થિત જવાળામુખીઓ. સફેદ રંગ દ્વિપમાં છવાયેલા બરફનું પ્રતીક છે. લીલો રંગ ઉત્તર એટલાન્ટિક સમુદ્રનું પ્રતીક છે. જ્યારે ક્રોસનું પ્રતીક ખ્રિસ્તી ધર્મ દર્શાવે છે.

ફ્રાન્સઃ આ ધ્વજને ફ્રેન્ચ ટ્રાઈકલર પણ કહેવાય છે. તેમાં વાદળી, સફેદ અને લાલ રંગના એકસમાન પટ્ટાઓ છે. વાદળી સત્ય અને ન્યાય, સફેદ શાંતિ અને પ્રમાણિકતા તથા લાલ શક્તિ અને બહાદુરીનું પ્રતીક છે.

ચીનઃ ચીનના ધ્વજમાં લાલ રંગ સામ્યવાદનું પ્રતીક છે. તેમાં પીળા રંગના ચાર નાના અને મોટો તારો છે. આ તારા સમાજના જૂદા જૂદા જૂથો દર્શાવે છે.

બ્રિટનઃ બ્રિટનના ધ્વજને યુનિયન જેક પણ કહેવાય છે. ધ્વજમાં સફેદ રંગ શાંતિ અને પ્રમાણિકતા, લાલ રંગ બહાદુરી અને શક્તિ, વાદળે રંગ ન્યાય, ધીરજ તથા જાગૃતિનું પ્રતિક છે. તેમાં સામેલ જૂદા જૂદા ક્રોસ ઈગ્લેન્ડના પ્રાચિન સંત જ્યોર્જ, આયરલેન્ડના સંત પેટ્રિક અને સ્કોટલેન્ડના સંત એન્ડ્રુનું પ્રતિનિધિત્વ કરે છે.

બ્રાઝિલઃ ગોળાકાર વાદળી રંગ તારાઓથી છવાયેલા આકાશ અને તારા સંઘીય ક્ષેત્રની રજૂઆત કરે છે. વચ્ચે ordem e progresso લખેલું છે. જેનો અર્થ વ્યવસ્થા અને પ્રગતિ છે. તેમાં ય લીલો રંગ લહેરાતા ખેતરો અને જંગલો તથા પીળો રંગ બ્રાઝિલના સુવર્ણ ભંડારો દર્શાવે છે.

ઓસ્ટ્રેલિયાઃ ધ્વજમાં યુનિયક જેક બ્રિટિશ સંસ્થાનના ઈતિહાસનું પ્રતીક છે. મોટો તારોઃ છ ખૂણા સાથેના તારા દેશના છ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશનું પ્રતીક છે.
નાના તારાઃ ત્રિશંકુ તારામંડળનું પ્રતીક છે અને તેને સમગ્ર ઓસ્ટ્રેલિયામાંથી જોઈ શકાય છે.

પાકિસ્તાનઃ લીલો રંગ અને ચાંદ-તારા ઈસ્લામનું પરંપરાગત પ્રતીક છે. લીલો રંગ આશા, ખુશી અને પ્રેમનું પ્રતીક છે. સફેર રંગ શાંતિ અને પ્રમાણિકતા દર્શાવે છે. ચંદ્ર પ્રગતિ અને તારા પ્રકાશ તથા જ્ઞાનના પ્રતીક છે.