NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • ક્લિક કરીને જાણી લો તમે પણ હિપોકેમ્પસ એટલે શું?

ક્લિક કરીને જાણી લો તમે પણ હિપોકેમ્પસ એટલે શું?

 | 3:03 pm IST

આપણા મગજમાં એક ટેમ્પોરલ લોબ હોય છે, જેનો એક ભાગ હિપોકેમ્પસ છે. આ હિપોકેમ્પસ મગજની લાઇબ્રેરી છે, જ્યાં દરેક માહિતી સ્ટોર થાય છે. હવે ઉદાહરણ સમજીએ તો લાઇબ્રેરીમાં બુક કોણે લખી છે, કાલ્પનિક છે કે સત્યઘટના પર આધારિત છે વગેરે રેફરન્સ સાથે ગોઠવવામાં આવે છે; જેને કારણે આટલી બધી બુક્સમાંથી એક બુક શોધવી હોય તો સરળતાથી મળી રહે એમ આ હિપોકેમ્પસમાં પણ કોઈ પણ યાદ તેના રેફરન્સ સાથે સ્ટોર થાય છે. આ રેફરન્સ ઇન્દ્રિય ના અનુભવ પરથી હોય છે; જેમ કે જોયેલી બાબત, સાંભળેલી બાબત, સૂંઘેલી બાબત કે સ્પર્શેલી બાબત. આપણે કોઈ પણ વસ્તુને એના જુદા-જુદા રેફરન્સથી યાદ રાખીએ છીએ; જેમ કે આપણે બગીચામાં ગયા ત્યાંની ગ્રીનરીનો અનુભવ આંખથી કર્યો, ફૂલોની સુગંધ નાકથી લીધી, કાનથી પક્ષીઓના અને બીજા અવાજો સાંભળ્યા. આ દરેક અનુભવ આપણે જુદી-જુદી ઇન્દ્રિય વડે કર્યો. અને એના અનુભવ મુજબ એ સ્ટોર થયું. જોકે એક જ ઇન્દ્રિય નહીં, અહીં અલગ-અલગ ઇન્દ્રિય એકસાથે અનુભવ લેતી હોય છે અને એ અનુભવ એકસાથે જ સ્ટોર થાય છે. જેમ કે કોઈ એક ફિલ્મ જોઈ હોય તો એની યાદનું સ્ટોરેજ જોયેલી અને સાંભળેલી બાબત એમ બન્ને રીતે થાય છે. તેથી જ જ્યારે કોઈ-કોઈ હીરોની તસવીર જુઓ કે પછી જાણીતી ધૂન સાંભળો એમ બન્ને કન્ડિશનમાં તમને એ ફિલ્મ યાદ આવી જાય છે.

હિપોકેમ્પસમાં જે રીતે બનાવો સ્ટોર થાય છે એ ટેમ્પરરી સ્ટોર થાય છે. મેમરીને કાયમી બનાવવાનું કામ ઊંઘ કરે છે અથવા તો કહીએ કે વ્યક્તિ જ્યારે સૂઈ જાય ત્યારે આ પ્રોસેસ થતી હોય છે. જ્યારે રાત્રે વ્યક્તિ સૂઈ જાય ત્યારે મગજ નિર્ણય લે છે કે એને કઈ બાબતને યાદ રાખવી અને કઈ વાત ભૂલી જવી. એટલે કે કઈ બાબતને મહત્વ આપવું અને કઈ બાબતને ન આપવું.

જેમ કે આપણને એ યાદ રહે છે કે આજે સવારે આપણે શેનો નાસ્તો કર્યો, પરંતુ ચાર દિવસ પહેલાં આપણે નાસ્તામાં શું ખાધું એ યાદ રહેતું નથી. મેમરી માટે ઊંઘ અત્યંત એટલે જ જરૂરી છે, કારણ કે એ દરમ્યાન જ ટેમ્પરરી મેમરીને એનું મહત્વ છે કે નહીં એ સમજીને કાયમી બનાવવામાં આવે છે. સેન્સિસ અનુભવ લે છે અને મગજ સુધી પહોંચાડે છે, પરંતુ મગજ એને કાયમી ત્યારે જ બનાવશે જ્યારે એને ઊંઘ મળશે. આમ જો વ્યક્તિ ઊંઘે નહીં તો તેની મેમરી લોન્ગ ટર્મ ન રહે. આથી જ છેલ્લા દિવસે રાત જાગીને કરેલી તૈયારી મોટા ભાગના વિદ્યાર્થીઓને કામ લગતી નથી.