દાંપત્યજીવનની નિરસતાને દૂર કરશે આ સરળ ટોટકા, અજમાવી જુઓ એકવાર - Sandesh
  • Home
  • Astrology
  • દાંપત્યજીવનની નિરસતાને દૂર કરશે આ સરળ ટોટકા, અજમાવી જુઓ એકવાર

દાંપત્યજીવનની નિરસતાને દૂર કરશે આ સરળ ટોટકા, અજમાવી જુઓ એકવાર

 | 2:59 pm IST

દાંપત્યજીવનમાં ક્યારેય ખટરાગ ન આવે અને અઢળક પ્રેમની વર્ષા થાય તેવી ઈચ્છા દરેક પતિ-પત્ની રાખે છે. કેટલાક દંપતિ આવું જીવન જીવતાં પણ હોય છે જેમાં પરસ્પરનો પ્રેમ અને વિશ્વાસ હોય છે. પરંતુ કેટલાક લોકો સાથે આવું બનતું નથી. લગ્ન પછી એકબીજા સાથે સમય પસાર કર્યા બાદ જ્યારે થોડા વર્ષો વિત્યા પછી અગમ્ય કારણોસર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા લાગે છે. આ સમસ્યા ગ્રહદોષના કારણે પણ હોય શકે છે. જેમાંથી છૂટકારો મેળવવામાં નીચે દર્શાવેલા ઉપાયો તમને મદદ કરી શકે છે.

– લગ્નજીવનમાંથી કલેશ દૂર કરવા માટે રોજ પ્રાતઃકાળે પૂજા કરતી વખતે શંખ વગાડવો.
– દાંપત્ય સુખમાં વૃદ્ધિ કરવા માટે ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરવો.
– પતિ-પત્ની વચ્ચે અણબનાવ રહેતો હોય તો અગિયાર ગોમતી ચક્રને લાલ સિંદૂર લગાવીને એક ડબ્બામાં રાખવા. પતિ-પત્ની વચ્ચેના તમામ ક્લેશ દૂર થઈ જશે.
– ઘરમાં સુખ-શાંતિ માટે પતિ-પત્નીએ લાલ કપડાંમાં મસૂરની દાળ, લાલ ચંદન અને પાંચ લઘુ નાળિયેર બાંધી લેવાં. પછી બંને હાથ જોડીને પરિવારમાંથી ક્લેશ મુક્તિની પ્રાર્થના કરવી તથા ધૂપ કરી અને આ પોટલીને નદીમાં પ્રવાહિત કરી દેવી. આ પ્રયોગ મંગળવારે કરવો.
– દાંપત્યજીવનની સમસ્યાઓના સમાધાન માટે નિયમિત રીતે પીપળાને પાણી ચડાવવું.  જો પતિ સમય ન આપતો હોય તો પત્નીએ કેળનું પૂજન કરવું.
– જ્યારે પતિ અને પત્ની એકબીજાની વાત સાંભળતાં ન હોય તો તેમનાં દાંપત્યજીવનમાં અશાંતિ વ્યાપી જાય છે, તેથી પ્રાતઃકાળ ઊઠી અને સ્નાનાદિ કાર્ય કરી શિવ મંદિરમાં જઈને શિવલિંગની પૂજા કરી ‘ૐ નમ: શિવાય’ મંત્રની એક માળા કરવી.
– દાંપત્ય સુખની પ્રાપ્તિ અને અશાંતિના નિવારણ માટે માતા દુર્ગા સમક્ષ રોજ ધૂપ-દીપ કરી પુષ્પ અર્પણ કરી પૂજા કરવી.