વાર પ્રમાણે અમલમાં મુકો દૂધના ટોટકા, સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિમાં થશે વધારો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • વાર પ્રમાણે અમલમાં મુકો દૂધના ટોટકા, સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિમાં થશે વધારો

વાર પ્રમાણે અમલમાં મુકો દૂધના ટોટકા, સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિમાં થશે વધારો

 | 4:47 pm IST
  • Share

જ્યોતિષમાં દૂધને અત્યંત મહત્વનું ગણવામાં આવ્યું છે. દૂધમાં ખાંડ ઉમેરી મંગળ, કેસર અથવા હળદર ઉમેરીને ગુરુ માટેના ઉપાય કરી શકાય છે. દૂધમાં તલ ઉમેરીને શિવજીને ચડાવવાથી કોઈપણ ગ્રહના અનિષ્ટને દૂર કરી શકાય છે. આવી જ રીતે દૂધનો ઉપયોગ અનેક ઉપાયો માટે પણ કરી શકાય છે. આ ઉપાય એટલા ચમત્કારી છે કે તેને કરવાની સાથે જ તમને ફરક જોવા મળશે.

ધનલાભ માટે
રવિવારે રાત્રે 1 ગ્લાસમાં દૂધ ભરી માથાની નજીક રાખી દેવું. સવારે ઊઠી નિત્યક્રમથી પરવારી અને દૂધને બાવળના ઝાડમાં પધરાવી દેવું. 3 રવિવાર ઉપાય કરવાની સાથે જ તમને આવકમાં વૃદ્ધિ થવાનો અનુભવ થવા લાગશે.

અકસ્માતની ઘાતને ટાળવા માટે
જો કોઈને વારંવાર અકસ્માત નડતો હોય તો કોઈપણ માસની અમાસ પછીના પહેલા મંગળવારે 400 ગ્રામ દૂધથી ચોખા ધોઈ લેવા અને તેને નદીમાં પ્રવાહિત કરી દેવા. આ ઉપાય 7 મંગળવાર સુધી કરવાથી વ્યક્તિ પરની અકસ્માતની ઘાત દૂર થઈ જાય છે.

ગ્રહના ખરાબ પ્રભાવથી બચવા માટે
સોમવારે સવારે ઊઠી અને સ્નાનાદિ કર્મથી નિવૃત્ત થઈ અને શિવ મંદિરમાં જવું અને શિવલિંગ પર કાચુ દૂધ ચડાવવું. આ ઉપાય સાત સોમવાર સુધી કરવો. શિવજી મનની તમામ મનોકામના પુરી કરશે તેમજ કોઈપણ પ્રકારનો ગ્રહદોષ હશે તે દૂર થઈ જશે.

અખંડ લક્ષ્મીના ઘરમાં નિવાસ માટે
ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય તે માટે લોઢાના વાસણમાં પાણી, ખાંડ, દૂધ તેમજ ઘી ઉમેરી અને તેને પીપળાના મૂળમાં પધરાવી દેવું. આ સિવાય તમે સોમવારે શિવજીને દૂધ અને પાણી મીક્ષ કરીને ચડાવી શકો છો. તે સમયે ‘ઓમ સોમેશ્વરાય નમ:’ મંત્રની માળા કરવી.

બીમારીથી છૂટકારો મેળવવા માટે
સોમવારથી આ ઉપાય શરૂ કરવો. દર સોમવારે રાત્રિના સમયે કોઈપણ શિવમંદિરમાં જઈ શિવજીને કાચું દૂધ ચડાવવું અને ‘ઓમ જૂં સ:’ મંત્રનો જાપ કરવો. થોડા જ દિવસોમાં લાંબા સમયની માંદગીમાં પણ રાહત જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન