આ ત્રણ સમયે ઘરમાં પ્રગટાવવું કપૂર, માતા લક્ષ્મી રહેશે પ્રસન્ન - Sandesh
  • Home
  • Astrology
  • આ ત્રણ સમયે ઘરમાં પ્રગટાવવું કપૂર, માતા લક્ષ્મી રહેશે પ્રસન્ન

આ ત્રણ સમયે ઘરમાં પ્રગટાવવું કપૂર, માતા લક્ષ્મી રહેશે પ્રસન્ન

 | 3:15 pm IST

કપૂર એક નરમ, સફેદ, અર્ધપારદર્શક, ઝડપથી સળગી ઊઠે તેવો સુગંધી પદાર્થ છે. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી પૂજા-પાઠ અને આરતીમાં કરવામાં આવે છે. કપૂરની દેખાવમાં નાનકડી ગોટી અત્યંત પવિત્ર અને શક્તિશાળી છે. જો કપૂરનો ઉપયોગ કરવામાં ન આવે તો દરેક ધાર્મિક કામ અધુરું રહે છે. તો આજે આ પવિત્ર કપૂરના ચમત્કારી 3 ઉપાયો વિશે જાણો જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

રોજ ઘરમાં ત્રણ વખત આ રીતે પ્રગટાવવું કપૂર

  • રોજ સૂર્યાસ્ત સમયે ઘરમાં કપૂર પ્રગટાવવું. આ કપૂર બુઝાઈ જાય તે પહેલાં ઘરના દરેક રૂમમાં તેને ફેરવવું. આમ કરવાથી ઘરમાં પ્રવેશેલી નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે.
  • તુલસી સમક્ષ કપૂર પ્રજ્વલિત કરવું. માતા લક્ષ્મી પ્રસન્ન થશે.
  • રોજ સંધ્યા સમયે ઘરના બેડરૂમમાં કપૂર પ્રજ્વલિત કરવું. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચેના વિવાદનો અંત આવે છે.