મોરપીંછના આ ટોટકા નથી જતાં નિષ્ફળ, દુર્ભાગ્યને બદલશે સૌભાગ્યમાં - Sandesh
NIFTY 10,554.60 +28.40  |  SENSEX 34,417.72 +86.04  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • મોરપીંછના આ ટોટકા નથી જતાં નિષ્ફળ, દુર્ભાગ્યને બદલશે સૌભાગ્યમાં

મોરપીંછના આ ટોટકા નથી જતાં નિષ્ફળ, દુર્ભાગ્યને બદલશે સૌભાગ્યમાં

 | 12:26 pm IST

કૃષ્ણ પ્રિય મોરપંખ લગભગ બધાને પ્રિય હોય છે, મોરપંખના સુંદર કલર બધાને ઊડીને આંખે વળગે અને બધાનું ધ્યાન ખેંચે છે તેથી મોરપંખ બધાને ગમતા હોય છે. લોકો પોતાના ઘરની સજાવટમાં પણ મોરપીંછનો ઉપયોગ કરતાં હોય છે. મોરપીંછ પવિત્ર હોવાથી મંદિરોમાં પણ તેનો વિવિધ ઉપયોગ થતો હોય છે. જો કે મોરપીંછનું વાસ્તુમાં પણ ઘણું મહત્વ દર્શાવાયું છે. વાસ્તુશાસ્ત્રમાં મોરપીંછને લગતા અનેક ટોટકા પણ પ્રચલિત છે. મોરપંખનો ઉપયોગ ખાસ રીતે કરવામાં આવે તો વ્યક્તિના જીવનના અનેક કષ્ટ દૂર થઈ જાય છે અને ભાગ્યમાં પરિવર્તન આવે છે.

– જો તમારા ઘરમાં કોઇ નકારાત્મક શક્તિનો અહેસાસ તમને થતો હોય તો તે જગ્યાએ ખંડિત ન થયું હોય તેવું મોરપંખ રાખી દેવું જોઇએ, આના દ્વારા તે નકારાત્મક શક્તિથી તમારા ઘરને બચાવી શકશો.
– જે લોકોના જીવનમાં પૈસાની ખામી હોય તેઓએ પર્સમાં મોરપીંછ રાખવું, કહેવાય છે કે આના દ્વારા પર્સમાં પૈસા ક્યારેય ખૂટતા નથી.
– ખરાબ સ્વપ્ન આવતા હોય તો સૂતા પહેલા ચાંદીના માદળીયામાં મોરપંખને ફોલ્ડ કરીને તે માદળીયાને ઓશીકા નીચે રાખવાથી ખરાબ સ્વપ્નથી રાહત મળે છે.
– કોઇ કામ અટક્યું હોય અને તે પૂર્ણ કરવા જતા હોય તો મોરના પીંછાને સાથે રાખવાથી લાંબા સમયથી અટકાયેલા કામનો અંત આવી જાય છે.
– ઘરના દક્ષિણ અને પિૃમ ખૂણે મોરપંખ રાખવાથી ઘરમાં સદા બરકત રહે છે.
– બાળકોનું મન અભ્યાસમાં પોરવવા તેમના પુસ્તકોમાં તેમજ બાળકોના સ્ટડી ટેબલમાં મોરપંખ રાખવાથી બાળકોની અભ્યાસમાં રુચી વધે છે.
– ઘરનો વાસ્તુદોષ દૂર કરવા ઘરના મુખ્ય દ્વાર ઉપર ત્રણ મોરપંખ લગાવવાથી આ દોષ દૂર થાય છે.
આમ આવા સરળ ઉપાયો દ્વારા તમે ઘરના વાસ્તુ દોષથી માંડીને અનેક મુશ્કેલીઓથી બચી શકો છો. જે ઘરમાં મોરપીંછ હોય છે તે ઘરમાં બરકત હંમેશાં રહેતી હોય છે.