Mercury in Libra, know what will impact to you, who will be benefitted
  • Home
  • Astrology
  • બુધ તુલામાં, આપશે વક્રી શુક્રનો સાથ આ રાશિઓને થશે ફાયદો

બુધ તુલામાં, આપશે વક્રી શુક્રનો સાથ આ રાશિઓને થશે ફાયદો

 | 6:36 pm IST

નભમંડળનો યુવરાજ ગ્રહ બુધ પોતાની રાશિ છોડીને 6 ઓક્ટોબરે તુલા રાશિમાં જઈ રહ્યો છે. તુલા રાશિમાં તાજેતરમાં જ વક્રી થયેલા શુક્ર સાથે આ ગ્રહ યુતિ કરશે. બુધનું તુલામાં જવું કેવી અસરો ઉપસાવશે તમને લાભ થશે કે નુકસાન…  જાણો અહિં..

બુધની વાત કરીએ તો બુધ અને શુક્ર મિત્ર ગ્રહો છે. તેથી બુધ મિત્ર ક્ષેત્રી થયો છે. બુધ વાણી, વેપાર, રોમાન્સનો કારક ગ્રહ છે. જ્યારે શુક્ર શ્રૃંગાર, ધન, લક્ષ્મી કે સંપત્તિ, વૈભવ અને દાંપત્યજીવનનો કારક છે. આ ગ્રહોનું જોડાણ નવા જ સમીકરણો આપશે. જો કે વક્રી શુક્રની અસર તળે બુધની અસરો થોડી દબાતી જોવા મળશે. પણ સરવાળે શુભ ફળ આપશે. જાણો રાશિવાર ફળ..

મેષ(અ,લ,ઈ) :તુલામાં બુધ તમારી રાશિથી સાતમે સ્થાને પસાર થશે. તેથી તે શુભ ફળદાયી નિવડશે. જો તમે જાહેર જીવનમાં હોય તો તમને સફળતા અપાવશે. તમે કોઈની સાથે ભાગીદારી કરવા માંગતા હોય તો નિશ્રિત પણે શુભ સમય નિવડે. તમારા દાંપત્યજીવનને લગતાં પ્રશ્નો હોય તો અરસ પરસ વાતચીત થકી શુભ પરિણામ મળે. વેપારમાં લાભ થાય. પરાક્રમથી લાભ અને શત્રુથી હાનિ..

વૃષભ(બ,વ,ઉ) : બુધ તમારી રાશિથી છઠ્ઠે પસાર થઈ રહ્યો છે તેથી આ સમય દરમિયાન નોકરીયાત વર્ગને ફાયદો થાય. કોઈ કામ અટવાયેલા પડ્યાં હોય તો થાય. નાણાકિય બાબતોમાં સમજી વિચારીને ખર્ચ કરવા. આંધળૂકિયા ન કરવા. સંતાનો બાબતે સુખ. દાંપત્યજીવનમાં સુખ. પિતાથી સુખ, મોસાળથી લાભ.

મિથુન(ક,છ,ઘ) :બુધ તમારી રાશિથી પાંચમે પસાર થઈ રહ્યો છે. આ સમય તમારા માટે અતિ શુભ નિવડશે. આ સમય દરમિયાન તમારા ભાગ્યને લગતી બાબતો ઉંચકાતી જોવા મળશે. તમારે પ્રવાસ થશે. વિદ્યાર્થીઓ માટે શુભ. વેપાર અને રોજગાર માટે શુભ, જન્મના ગ્રહો અનુકૂળ હોય તો આ સમય નિશ્રિત પણે શુભ નિવડશે. અભિવ્યક્તિની બાબતમાં લાભ.

કર્ક( ડ, હ) :બુધ તમારી રાશિથી ચોથે પસાર થઈ રહ્યો છે. તેથી આ બુધનું આ ગોચર તમારા સુખમાં વધારો કરશે. તમારી ચિંતાઓ હળવી શકે. તમારી પત્નીને સારી તકો મળે. સુખની જે તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છો તે મળે. વાહન યોગ થાય કે નવું મકાન લેવા ઈચ્છતા હોય તો તેમાં શુભ ફળ મળે.

સિંહ (મ,ટ) :તુલા રાશિમાં બુધનું ગોચર ભ્રમણ તમારી રાશિથી ત્રીજે સ્થાને થઈ રહ્યું છે. પરાક્રમ સ્થાનમાં બુધનું ભ્રમણ નવા સાહસો કરવા પ્રેરે. તેમજ તેનાથી લાભ થાય. ભાઈ ભાંડુ સાથે સારું બને. પારિવારિક બાબતોમાં શુભ ફળ મળે. ભાગ્ય ખીલી ઉઠે. વેપારની તકો વધે. પ્રવાસ અને પર્યટન વધે. લાંબી મુસાફરીના યોગો. ધર્મ તરફ વિશેષ રુચિ રહે.

કન્યા(પ,ઠ,ણ) : તુલા રાશિમાં બુધનું ગોચર ભ્રમણ તમારી રાશિથી બીજા સ્થાને થઈ રહ્યું છે. આ સમય દરમિયાન તમે વાણી પ્રધાન વ્યવસાયથી લાભ મેળવો. પારિવારિક બાબતોમાં શુભ. લક્ષ્મી યોગ થયો છે. તેથી ધન અને પૈસાની કમી ન રહે. પરિવારમાં કઈં સારું થાય. કુટુંબનો સાથ અને સહકાર મળે. સમય શુભ રહે.

તુલા(ર,ત) : તુલા રાશિમાં બુધનું ગોચર ભ્રમણ તમારી જ રાશિમાં થઈ રહ્યું છે. બુધ મિત્ર ગ્રહ હોવાથી આ સમય નવસર્જનનો અને શુભ પરિણામનો છે. તમે કેટલાંક એવા નિર્ણય લેશો  તેનો તમને લાભ મળશે. બુધ આગામી 28મી તારીખ સુધી આ રાશિમાં જ છે તેથી તમને સમય અનુકૂળ રહે. પત્નીથી લાભ. ભાગ્ય યારી આપે. સમય શુભ નિવડે.

વૃશ્રિક (ન,ય) :તુલા રાશિમાં બુધ તમારી રાશિથી બારમે સ્થાને પસાર થઈ રહ્યો છે. આ સમય  દરમિયાન તમે સમજી વિચારીને ખર્ચ કરશો. અલબત્ત તમારે લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ માટે ખર્ચ થશે. ગણતરી પૂર્વકની ચાલ સફળતા આપે. વિદેશથી લાભ. કરજ કે દેવું સમજી વિચારીને કરવું. મિત્રોથી મદદ મળે.

ધન(ધ,ભ,ફ,ઢ) : તુલા રાશિમાં બુધનું ગોચર ભ્રમણ તમારી રાશિથી અગિયારમે સ્થાને થઈ રહ્યું છે. તેથી તમને લાભ થાય. જો સંતાન સંબંધી પ્રશ્નો હોય તો તે ઉકેલાય. શેર બજારમાં અટવાયેલા નાણા પાછા કાઢવાની તક મળે. માનસિક તાણમાં વધારો થાય. સ્વાસ્થ્ય જાળવવું. સમય શુભ મિશ્રિત અસરો આપવા વાળો રહે.

મકર(ખ,જ) :તુલા રાશિમાં પસાર થતો બુધ તમારી રાશિથી દસમે સ્થાને પસાર થઈ રહ્યો છે. જે તમારી રાશિ સાથે કેન્દ્ર યોગ કરે છે. આ સમય નિશ્રિત પણે શુભ અને પદની પ્રાપ્તિ કરાવનારો રહે. જો તમે કોઈ લાંબા ગાળાના આયોજન કરતાં હોય તો તે પાર પડશે. તમને મદદ મળશે. ધન, પૈસો અને કિર્તિ માટે શુભ સમય. માતા પિતાની તબિયત સારી રહે. ધંધાર્થે કે નોકરીને કારણે પ્રવાસ યોગ થાય. સમય શુભ.

કુંભ( ગ,શ,સ) : તુલા રાશિમાં બુધનું ગોચર ભ્રમણ તમારી રાશિથી નવમે થઈ રહ્યું છે. આ સમય સ્થાન પરિવર્તન કરાવે. સમય શુભ રહે, ભાગ્યનો ઉદય થાય. કારકિર્દિમાં નવા સોપાન સર કરો. તમારા નિર્ણયો થકી તમે આગળ આવો. સંતાન અને પત્ની બાબતે શુભ. ભાઈ ભાંડુનો સાથ મળે. સમય શુભ નિવડે..

મીન(દ,ચ,ઝ,થ) :તુલા રાશિમાં બુધ તમારી રાશિથી આઠમે સ્થાને પસાર થશે. આ સમય તમારે માટે મિશ્ર ફળ આપનારો નિવડશે. માથાનો દુખાવો થઈ શકે. વધું પડતું કાર્યભાર ન લેવો. પૈસાની ગોઠવણ કેન્દ્રમાં રહે. અલબત્ત આકસ્મિક લાભ મળે. અકસ્માતથી સાચવવું. સમય સમજી વિચારીને પસાર કરવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન