NIFTY 10,451.80 -0.70  |  SENSEX 33,731.19 +45.63  |  USD 64.6750 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • પટણા: ડે.સીએમ તેજસ્વી યાદવના સુરક્ષાકર્મીઓની ગુંડાગીરી, પત્રકારો પર કર્યો હુમલો VIDEO

પટણા: ડે.સીએમ તેજસ્વી યાદવના સુરક્ષાકર્મીઓની ગુંડાગીરી, પત્રકારો પર કર્યો હુમલો VIDEO

 | 5:01 pm IST

બિહારના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તેજસ્વી યાદવના સુરક્ષાકર્મીઓએ આજે પટણામાં સચિવાલય બહાર પત્રકારો સાથે ગેરવર્તણૂંક અને મારપીટ કરી. આજે જે નીતિશકુમાર સરકારની કેબિનેટ બેઠક થઈ હતી જેમાં તેજસ્વી યાદવ પણ સામેલ થયા હતાં. સચિવાલય બહાર પત્રકારોનો જમાવડો થયો હતો. બેઠક બાદ પત્રકારોએ જેવા તેજસ્વી યાદવને સવાલો પૂછવાની કોશિશ કરી કે તેમની સુરક્ષામાં તૈનાત ગાર્ડ્સે પત્રકારો પર હુમલો કર્યો.

સચિવાલય બહાર ઘણા સમય સુધી હોબાળો થતો રહ્યો. તેજસ્વીના ગાર્ડ્સે પત્રકારોને દોડાવ્યાં અને તેમની સાથે ઝપાઝપી કરી. અત્રે જણાવવાનું કે લાલુ પરિવાર પર ભ્રષ્ટાચારના આરોપોના મામલે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા શિકંજો કસાતા બિહારમાં મહાગઠબંધનના ભવિષ્યને લઈને અટકળો થઈ રહી છે. ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ વિરુદ્ધ કેસ નોંધાયા બાદ નીતિશકુમાર પર તેમને કેબિનેટમાંથી બહાર કરવાનું દબાણ છે.

અત્રે જણાવવાનું કે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો બાદ મુખ્યમંત્રી નીતિશકુમારે મંગળવારે જેડીયુ વિધાયકો, સાંસદો અને જિલ્લા પદાધિકારીઓની એક બેઠક યોજી હતી. આ બેઠક બાદ જેડીયુ પ્રવક્તા નીરજકુમારે કહ્યું કે પાર્ટી તેજસ્વી યાદવ પાસે સ્પષ્ટીકરણ ઈચ્છે છે. તેજસ્વી યાદવ સાર્વજનિક રીતે તથ્યો રજૂ કરે અને તેમના પર લાગેલા આરોપો ઉપર સફાઈ રજુ કરે.

બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે સ્પષ્ટ પણ કર્યું હતું કે ભ્રષ્ટાચાર પર તેમની હંમેશા ઝીરો ટોલરન્સની નીતિ રહી છે. જેડીયુએ તેજસ્વી યાદવ મુદ્દે આરજેડીને ચાર દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેડીયુએ કહ્યું હતું કે ચાર દિવસની અંદર લાલુ યાદવ તેજસ્વીના રાજીનામા પર કોઈ ફેસલો ન કરી શકે તો પછી જેડીયુ કોઈ મોટી જાહેરાત કરી શકે છે.

જેને લઈને આજે લાલુ પ્રસાદ યાદવે એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે તેજસ્વી યાદવના રાજીનામાંનો તો કોઈ સવાલ જ નથી. તેજસ્વી કોઈની કૃપાથી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બન્યાં નથી. અત્રે જણાવવાનું કે સીબીઆઈએ લાલુ અને તેમના પરિવારના સભ્યોના પટણા, દિલ્હી, રાંચી અને ગુરુગ્રામના 12 ઠેકાણાઓ પર શુક્રવારે દરોડા પાડ્યા હતાં. આ મામલે સીબીઆઈએ લાલુ, તેમના પત્ની રાબડી દેવી, તથા પુત્ર અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સહિત અન્ય લોકો સામે એફઆઈઆર પણ નોંધી છે.

;