media players including some samsung smart tvs will not support netflix
  • Home
  • Featured
  • સેમસંગ સ્માર્ટ ટીવી સહિત આ ડિવાઇસમાં નહીં દેખાય નેટફ્લિક્સ

સેમસંગ સ્માર્ટ ટીવી સહિત આ ડિવાઇસમાં નહીં દેખાય નેટફ્લિક્સ

 | 8:01 am IST

વિશ્વની સૌથી મોટી વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ ડિસેમ્બરની શરૂઆતમાં કેટલાક ડિવાઇસ પર સ્ટ્રીમિંગ સર્વિસ બંધ કરવા જઇ રહી છે. આ ડિવાઈઝમાં કેટલાક સ્માર્ટ ટીવી અને મીડિયા પ્લેયર શામેલ છે. માહિતી પ્રમાણે આ ડિવાઇસમાં કેટલીક ટેકનિકલ ખામીઓને કારણે નેટફ્લિક્સની સ્ટ્રીમિંગ શક્ય બનશે નહી.

માનવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2010માં અને 2011માં બનેલી સેમસંગ સ્માર્ટ ટીવીમાં નેટફ્લિક્સ એપ કામ કરશે નહીં. આ ઉપરાંત રોકૂ કંપનીના મીડિયા પ્લેયર જેવા કે રોકૂ 200C, રોકૂ 2050X રોકૂ 2100X, રોકૂ એચડી, રોકૂ એસડી, રોકૂ એક્સડી અને રોકૂ એક્સઆરમાં નેટફ્લિક્સ એપ સપોર્ટ કરશે નહીં.

સેમસંગના આ સ્માર્ટ ટીવી મોડલ્સમાં ઇન બ્લિટ નેટફ્લિક્સ એપ કામ કરવાનું બંધ કરશે. પરંતુ એમેઝોન ફાયર ટીવી સ્ટીક, એપલ ટીવી, સોની પ્લેસ્ટેશન જેવા એક્સટર્નલ ડિવાઇસના ઉપયોગથી આ મોડલ્સમાં પણ નેટફ્લિક્સની મજા લઇ શકાશે.

જો તમે ટીવીને ઓન કરો છો અને તમને એક મેસેઝ દેખાય છે કે નેટફ્લિક્સ આ ડિવાઇસ ઉપર 1 ડિસેમ્બરથી ઉપલબ્ધ નહીં થાય. તો તમારે માની લેવાનું કે આ તારીખ પછી આ ડિવાઇસ ઉપર નેટફ્લિક્સ મૂવીઝ કે શોઝની મજા નહીં લઈ શકો. તાજેતરમાં એક સમાચાર આવ્યા છે કે, થોડા દિવસમાં WhatsApp ઉપર પણ નેટફ્લિક્સ જોઇ શકાશે. આ સમાચાર પ્રમાણે આઈઓએસના (IOS) બીટા વર્ઝન ઉપર આ પ્રકારના પ્રયોગો ચાલી રહ્યા છે. જો આ પ્રયોગ સફળ રહેશે તો નેટફ્લિક્સ ઉપર વીડિયો પિક્ચર ઈન પિક્ચર મોડમાં દેખાશે.

આ વીડિયો પણ જુઓ: પોરબંદરથી ‘સંદેશ ન્યૂઝ’નો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન