મેડિકલ એડમિશન કૌભાંડ: FSLની રિપોર્ટમાં ડો. મનસુખ શાહ વિશે થયો મોટો ખુલાસો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • મેડિકલ એડમિશન કૌભાંડ: FSLની રિપોર્ટમાં ડો. મનસુખ શાહ વિશે થયો મોટો ખુલાસો

મેડિકલ એડમિશન કૌભાંડ: FSLની રિપોર્ટમાં ડો. મનસુખ શાહ વિશે થયો મોટો ખુલાસો

 | 8:48 pm IST

સુમનદીપ વિદ્યાપીઠ મેડિકલ એડમિશન કૌભાંડના મેડિકલ માફિયા તરીકે જાણિતા બનેલા મનસુખ શાહની મુશ્કેલીમાં વધારો થશે. એન્ટીકરપ્શન બ્યૂરોએ (એસીબી) ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા કરાવેલા સાયકો પ્રોફાઈલીંગ ઓફ ક્રાઈમસિન એસેસમેન્ટનો રિપોર્ટ એસીબીએ કરેલી તપાસને સમર્થન આપતો આવ્યો છે. કોઈપણ કેસમાં પ્રથમવાર કરાયેલા આ પ્રકારના રિપોર્ટથી ભવિષ્યમાં મનસુખ શાહ માટેની તમામ છટક બારીઓ બંધ કરી દીધી છે, તેવું એસીબીના ઉચ્ચ અધિકારીઓનું માનવું છે.

એસીબીએ ડો.મનસુખ શાહની છટકબારીઓ કરી બંધ

એસીબીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ઘણીવાર એસીબીના છટકામાં ફસાયેલા આરોપીઓ કોઈને કોઈ છટક બારીનું લાભ લઈને છટકી જતાં હોય છે. જેથી સમય જતાં કેસ લૂલો પડી જાય છે. ડો. મનસુખ શાહ જેવા હાઈપ્રોફાઈલ કેસને ધ્યાનમાં રાખીને અમે ફોરેન્સિક પુરાવા પર આધાર રાખી રહ્યાં છીએ. મનસુખ શાહને ત્યાંથી કરોડો રૂપિયાની એફડી અને રોકડ રકમનું મળવું, એ કૌભાંડના તાદશ પુરાવા છે. પરંતુ એસીબીની તપાસને વૈજ્ઞાનિક પુરાવાઓનો સમર્થન મળે તે માટે અમે એફએસએલનાં સાયકોલોજી વિભાગની ટીમને લઈને ડો. મનસુખ શાહની ઓફિસની તપાસ હાથ ધરી હતી, અને સાયકો પ્રોફાઈલીંગ એન્ડ ક્રાઈમસીન એસેસમેન્ટ કરાવ્યું હતું. જેનો રિપોર્ટ આવી ગયો છે.

ડો. મનસુખ શાહને મળવું નાના બાળકની રમત નહતી

આ રિપોર્ટ મુજબ ડો. મનસુખ શાહને એડમિશનના કામથી મળવા જનાર મુલાકાતી ડો. મનસુખની ચેમ્બરમાં એન્ટર થાય તે પહેલા મુલાકાતી પાસેથી તેનો મોબાઈલ ફોન ઘડિયાલ, ચશ્મા, આઈપેડ જેવી ઈલેક્ટ્રોનિક્સ આઈટમો બહાર મુકાવી દેવામાં આવતી હતી. રિપોર્ટ મુજબ આમ કરવાનો હેતુ એવો હતો, મેડિકલ એડમિશન માટે કરવામાં આવતી વ્યવહારની વાતચીત કોઈ વ્યક્તિ રેકોર્ડના કરે તેની તકેદારી રાખવામાં આવતી હતી.

ઓફિસમાંથી જ મળી આવ્યું પૈસા ગણવાનું ઈલેક્ટ્રોનિક મશીન

તે ઉપરાંત બિલ્ડીંગમાં પ્રવેશથી માંડીન વેઈટિંગ રૂમ તેમજ મનસુખ શાહની ઓફિસ સુધી તમામ જગ્યાએ સીસીટીવી કેમેરાથી મુલાકાતી ઉપર નજર રાખવામાં આવતી હતી. જેથી કોઈપણ વ્યક્તિની શંકાસ્પદ હરકત લાગે તો તેને મનસુખ શાહ મળતા નહતા. શૈક્ષણિક સંસ્થામાં લેવામાં આવતી ફ્રિ રોકડમાં લેવાતી નથી. પરંતુ એસીબીને મનસુખ શાહની ઓફિસમાંથી રોકડ રકમ ગણવા માટેનું ઈલેક્ટ્રોનિક્સ મશીન મળ્યું છે. એસીબીની તપાસ દરમિયાન માતબર રોકડ રકમ અને કરોડો રૂપિયાની એફડીના સર્ટિફિકેટ મળી આવ્યા હતા. એફએસએલની રિપોર્ટ મુજબ રોકડ રકમ ગણવાનું મશીનનું મળવું તે સ્પષ્ટ અંગુલી નિર્દેશ કરે છે કે, અહી મોટા પાયે રોકડ વ્યવહારો થતા હતા. આમ છટકાવા માટે ધમપછાડા કરી રહેલા ડો. મનસુખ શાહની આશાઓ પર એફએસએલના આ રિપોર્ટે પાણી ફેરવી દીધું છે. જેથી આગામી કેટલાક મહિનાઓમાં ડો. મનસુખનું બહાર આવવું મુશ્કેલ છે, એમ એસીબીના સુત્રોનું માનવું છે.