Medical services across country to be hit as Doctor Strike after attack in West Bengal
  • Home
  • Featured
  • પશ્ચિમ બંગાળની આગ દેશભરમાં ફેલાઈ, વિવિધ શહેરોમાં ડોક્ટરો હડતાળ પર, દર્દીઓનાં હાલ બેહાલ

પશ્ચિમ બંગાળની આગ દેશભરમાં ફેલાઈ, વિવિધ શહેરોમાં ડોક્ટરો હડતાળ પર, દર્દીઓનાં હાલ બેહાલ

 | 8:12 am IST

પશ્ચિમ બંગાળમાં જૂનિયર ડોક્ટરોની હડતાળને કારણે સ્વાસ્થ્ય સેવાઓને ગંભીર ઝટકો લાગ્યો છે. હડતાળની આગ હવે રાજધાની દિલ્હી સુધી પહોંચી ગઈ છે. અને દિલ્હી મેડિકલ એસોસિયેશને પણ શુક્રવારે મેડિકલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તો મહારાષ્ટ્રમાં પણ ડોક્ટરોએ શુક્રવાર સાંજે પાંચ વાગ્યા સુધી કામથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. ગુરુવારે પણ ડોક્ટરોએ વિરોધ દર્શાવવા માટે પટ્ટી બાંધીને કામ કર્યું હતું. તેવામાં ડર છે કે, દેશભરના ડોક્ટરો આ હડતાળમાં સામેલ ન થઈ જાય. હડતાળને કારણે દર્દીઓની હાલત કફોડી બની છે.

છત્તીસગઢના રાયપુરમાં પણ ડોક્ટરો હડતાળ પણ ઉતર્યા હતા. અને વિરોધ પ્રદર્શનમાં નારેબાજી કરી હતી.

બંગાળમાં જૂનિયર ડોક્ટરોએ બપોરે બે વાગ્યા સુધી કામ પર પરત ફરવાનો સીએમ મમતાનો આદેશ માન્યો ન હતો, અને કહ્યું કે, સરકારી હોસ્પિટલોમાં સુરક્ષાની માગ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ હડતાળ ચાલુ રાખશે. તો મમતાએ આ મામલે બીજેપી અને કોમ્યુનિસ્ટ પાર્ટી પર ડોક્ટરોને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. ડોક્ટરોની હડતાળને કારણે સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં ત્રીજા દિવસે પણ ઈમરજન્સી વોર્ડ, ઓપીડી સેવાઓ બંધ રહી હતી.

પ્રાઈવેટ હોસ્પિટલના ડોક્ટરો પણ આ હડતાળમાં જોડાયા છે. કોલકાતામાં એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક દર્દીનાં મોત બાદ ભીડ દ્વારા પોતાના બે ડોક્ટરો પર હુમલાને કારણે પ્રદર્શન કરી રહ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને આ હુમલા વિરુધ્ધ ડોક્ટરોની એકજૂટતા દેખાડવા માટે શુક્રવારે અખિલ ભારતીય વિરોધ દિવસ ઘોષિત કર્યો છે. તો એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલ સાઈબલ મુખર્જી અને વાઈસ પ્રિન્સિપાલ સૌરભ ચડોપાધ્યાયે પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહેતાં રાજીનામું આપી દીધું છે.

બીજેપીએ આ મામલે મમતા બેનર્જી પર હિટલરની જેમ કામ કરવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે બેનર્જી બપોરે હોસ્પિટલ પહોંચ્યાં તો ડોક્ટરોએ અમને ન્યાય જોઈએનાં નારાં લગાવ્યા હતા. બેનર્જીએ કહ્યું કે, હું આંદોલનની નિંદા કરું છું. જૂનિયર ડોક્ટરોનું આંદોલન સીપીઆઈ અને ભાજપનું ષડયંત્ર છે. બેનર્જી પાસે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો પણ પ્રભાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન