દવા અને ખાદ્ય પદાર્થમાં સાઈટ્રિક એસિડનો ઉપયોગ - Sandesh
  • Home
  • Supplements
  • Kids World
  • દવા અને ખાદ્ય પદાર્થમાં સાઈટ્રિક એસિડનો ઉપયોગ

દવા અને ખાદ્ય પદાર્થમાં સાઈટ્રિક એસિડનો ઉપયોગ

 | 1:33 am IST

સાઈટ્રિક એસિડ એ એક પ્રકારનું કાર્બનિક એસિડ છે. આ એસિડના કારણે જ લીંબુ, સંતરા અને મોસંબી જેવા ફળોને એનો ખાસ ખાટો સ્વાદ મળે છે.

સાઈટ્રિક એસિડ બીજા ફળો અને શાકભાજીમાં પણ હોય છે. અમુક જાનવરોના શરીરના કોષોમાં પણ એ થાય છે. પરંતુ ખાટા ફળોમાં જ એનું પ્રમાણ ચારથી આઠ ટકા જેટલું વધારે હોય છે. ટામેેટામાં એનું પ્રમાણ ૦.૨૫ ટકા અને ગાયના દૂધમાં ૦.૦૮ થી ૦.૨૩ ટકા જેટલું હોય છે. સાઈટ્રિક એસિડ ૧૭૮૪ની સાલમાં એક સ્વિડિશ રસાયણશાસ્ત્રી વિલ્હેમ શીલેએ લીંબુના રસમાંથી મેળવ્યું હતું.

સાઈટ્રિક એસિડનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં અને દવાઓનો ખાટો સ્વાદ આપવા માટે થાય છે. દવા અને ખાદ્ય ઉદ્યોગમાં એનો ઉપયોગ ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે.

સાઈટ્રિક એસિડ પહેલાં તો ફક્ત ખાટા ફળોમાંથી જ મેળવવામાં આવતું હતું. પણ હવે ખાંડ પર એક જાતની પ્રક્રિયા કરીને એ ખૂબ જ મોટા પ્રમાણમાં બનાવવામાં આવે છે.