મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસના સ્વામી અસીમાનંદ સહિતના તમામ આરોપીઓ નિર્દોષ જાહેર - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસના સ્વામી અસીમાનંદ સહિતના તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસના સ્વામી અસીમાનંદ સહિતના તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

 | 11:45 am IST

હૈદરાબાદની પ્રસિદ્ધ મક્કા મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં 11 બાદ આજે નિર્ણય આવ્યો હતો. આ મામલે વિશેષ NIA આદાલતે આરોપી સ્વામી અસીમાનંદ સહિત તમામ 5 આરોપીઓને સબૂતનો અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. નિર્ણય સંભળાવવા માટે સ્વામી અસીમાનંદને નમાપલ્લી કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. તેઓ આ મામલે મુખ્ય આરોપીઓમાંથી એક હતા.

18 મે, 2007ના રોજ થયેલા આ બ્લાસ્ટમાં 9 લોકો માર્યા ગયા હતા, તેમજ 58 લોકો ઘાયલ થયા હતા. બાદમાં પ્રદર્શનકારીઓએ પર થયેલી પોલીસ ફાયરિંગમા પણ કેટલાક લોકો માર્યા ગયા હતા. એનઆઈએ મામલાની ચોથી અતિરિક્ત મેટ્રોપોલિટન સત્ર સહિત વિશેષ અદાલતે કેસની સુનવણી પૂરી કરી લીધી છે. આ મામલે 10 આરોપીઓમાંથી 8 લોકોની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

તેમાં નબાકુમાર સરકાર ઉર્ફએ સ્વામી અસીમાનંદનું નામ પણ સામેલ છે. જે 8 લોકોની વિરુદ્ધ ચાર્જશીટ બનાવવામાં આવી હતી, તેમાં સ્વામી અસીમાનંદ અને ભારત મોહનલાલ રત્નેશ્વર ઉર્ફે ભરતભાઈ જમાનત પર બહાર છે અને ત્રણ લોકો જેલમાં બંધ છે.

કેસની શરૂઆતની તપાસ પોલીસે કરી હતી. તેના બાદ આ કેસ સીબીઆઈ ટ્રાન્સફર કરી દેવાયો હતો. બાદમાં 2011માં તેને એનઆઈએને સોંપવામાં આવ્યો હતો. આ મામલામાં કુલ 160 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. જેમાં 54 સાક્ષી ફરી ગયા હતા. મસ્જિદ બ્લાસ્ટ મામલામાં બે વધુ મુખ્ય આરોપી સંદીપ વી. ડાંગે અને રામચંદ્ર કલસંગરા હજી પણ ફરાર છે.