Meera Kapoor Went to See Film With Shahid Kapoor
  • Home
  • Featured
  • Photos: દીકરાનાં જન્મનાં 15 દિવસ બાદ શાહિદની ફિલ્મ જોવા પહોંચી મીરા રાજપૂત

Photos: દીકરાનાં જન્મનાં 15 દિવસ બાદ શાહિદની ફિલ્મ જોવા પહોંચી મીરા રાજપૂત

 | 11:34 am IST

મુંબઈમાં શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’નું સ્પેશલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતુ જેમાં તેની અપોઝિટ યામી ગૌતમ અને શ્રદ્ધા કપૂર જોવા મળશે. સ્ક્રીનિંગ દરમિયાન સંપૂર્ણ સ્ટારકાસ્ટ હાજર રહી હતી. જો કે સૌની નજર મીરા રાજપૂત પર ટકેલી રહી હતી. દીકરા ઝૈનને જન્મ આપ્યાનાં 15 દિવસ બાદ મીરા જોવા મળી. આ દરમિયાન શાહિદ કપૂર તેનું સંપૂર્ણ ધ્યાન રાખતો જોવા મળ્યો.

આ પણ વાંચો: મીરા રાજપૂતનું Baby Shower, પણ ખૂણામાં શું કરતા દેખાયા ઈશાન-જહાન્વી

ઑલ બ્લેક લૂકમાં શાહિદ કપૂર અને મીરા રાજપૂત પરફેક્ટ કપલ લાગી રહ્યા હતા. બંનેએ હસતા-હસ્તા પોઝ આપ્યા હતા. તો આ દરમિયાન ફિલ્મની અભિનેત્રી યામી ગૌતમ અને શ્રદ્ધા કપૂર વચ્ચે પણ સારું બોન્ડિંગ જોવા મળ્યુ. બંને એક-બીજા સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. સ્ટ્રાઇપ્ડ પેટર્નની ડ્રેસમાં યામી ઘણી જ ગ્લેમરસ લાગી રહી હતી. તો ગ્રે કલરનાં આઉટફિટમાં શ્રદ્ધા ઘણી સુંદર લાગી રહી હતી.

આ પણ વાંચો: પહેલીવાર શાહીદ-મીરાએ મેગેઝીન માટે કરાવ્યુ ફોટોશૂટ, પતિ-પત્ની વચ્ચેની કેમેસ્ટ્રી જોરદાર રહી

સ્ક્રીનિંગ પહેલા મૂવીનાં પ્રમોશનમાં યામી, શાહિદ અને શ્રદ્ધા કપૂરે પણ એક સાથે ફોટો પડાવ્યા હતા. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં શાહિદ કપૂરની મા નીલિમા અઝીમ પણ પહોંચ્યા હતા. ‘બત્તી ગુલ મીટર ચાલુ’ ફિલ્મ 21 સપ્ટેમ્બરથી સિનેમાઘરોમાં રીલીઝ થઇ રહી છે.