Meet Jonathan, oldest known living animal on Earth at 189 year
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 189 વર્ષનો આ કાચબો બે વિશ્વ યુદ્ધ અને 39 અમેરિકન રાષ્ટ્રપતિઓને જોઈ ચૂક્યો છે !

189 વર્ષનો આ કાચબો બે વિશ્વ યુદ્ધ અને 39 અમેરિકન રાષ્ટ્રપતિઓને જોઈ ચૂક્યો છે !

 | 7:45 am IST
  • Share

કાચબો વિશ્વમાં સૌથી વધારે આયુષ્ય ભોગવે છે. કાચબાનું સરેરાશ આયુષ્ય ૧૫૦-૨૦૦ વર્ષ સુધીનું હોય છે. સેશેલ્સ જાયન્ટ ટોર્ટોઇસ પ્રજાતિના વિશાળકાય જોનાથન કાચબાની ગણતરી ધરતી પરના સૌથી જૂના જમીન પર ચાલતા પ્રાણી તરીકે કરવામાં આવે છે. આ કાચબો દક્ષિણ એટલાન્ટિક મહાસાગરના સેન્ટ હેલીના નામના ટાપુ પર રહે છે. આ ટાપુ બ્રિટિશ ઓવરસીઝ ટેરોટરીનો ભાગ છે. ૧૯૩૦માં સેન્ટ હેલીનાના તત્કાલીન ગર્વનર સર સ્પેન્સર્સ ડેવિડે તેમનું નામ જોનાથન રાખ્યું હતું. રેકોર્ડ અનુસાર તેમને જ્યારે ટાપુ પર લાવવામાં આવ્યો ત્યારે તે પુખ્ત વયનો એટલે કે ૫૦ વર્ષનો થઇ ચૂક્યો હતો. આ આધારે તેમની ઉંમરની ગણતરી કરવામાં આવી હતી.

૧૮૩૨માં જન્મેલા જોનાથનની ઉંમરનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે તેણે તેમની જિંદગીમાં બે વિશ્વયુદ્ધ, રશિયાની ક્રાંતિ અને ૩૯ અમેરિકન રાષ્ટ્રપતિઓને જોયા છે. પૃથ્વી પરનો કદાચ સૌથી વૃદ્ધ જીવ એવો ૧૮૯ વર્ષનો કાચબો હવે કંઇ જોઇ કે સૂંધી શકતો નથી છતાં તેની કામેચ્છા જાગૃત છે અને તેમાં ઘટાડાનો કોઇ સંકેત જોવા મળતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન