જાહ્નવી કપૂર અને સારા અલી ખાન જેવા સ્ટાર કિડ્સની લિસ્ટમાં નવા એક નામનો થયો સમાવેશ pics - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • જાહ્નવી કપૂર અને સારા અલી ખાન જેવા સ્ટાર કિડ્સની લિસ્ટમાં નવા એક નામનો થયો સમાવેશ pics

જાહ્નવી કપૂર અને સારા અલી ખાન જેવા સ્ટાર કિડ્સની લિસ્ટમાં નવા એક નામનો થયો સમાવેશ pics

 | 12:03 pm IST

જાહ્નવી કપૂર, નવ્યા નવેલી, અનન્યા પાંડે, સારા અલી ખાન જેવા સ્ટાર કિડ્સની લિસ્ટમાં એક નવું નામ શામેલ થઈ ગયું છે અને તે મિથુન ચક્રવર્તીની દીકરી દિશાની ચક્રવર્તીનું નામ છે.

અન્ય ફિલ્મ સ્ટાર્સના દીકરાની જેમ દિશાનીને પણ એક્ટિંગનો ખૂબ શોખ છે. દિશાની પણ સેલ્ફીની દિવાની છે અને આ તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે. દિશાનીએ ન્યૂ યોર્ક ફિલ્મ એેકેડમીથી એક્ટિંગનો અભ્યાસ કર્યો છે. જોકે તેમ છતાં દિશાની હંમેશા લાઈમલાઈટથી દૂર રહે છે.

રિપોર્ટ્સ મુજબ દિશાની મિથુન અને યોગિતા બાલીની અડોપ્ટેડ દીકરી છે, જેને ખૂબ જ લાડથી ઉછેરવામાં આવી છે. અહીંયાં સુધી કે ફિલ્મોમાં કરિયર બનાવવા માટે દિશાનીએ એક્ટિંગનો કોર્સ પણ કર્યો છે. દિશાની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ જોવા મળે છે. ઘણીવાર પોતાના ફોટો્ઝ પોસ્ટ કરતી રહેતી હોય છે.

એવું કહેવાય છે કે દિશાની પોતાના પિતાના પગલાં પર જ આગળ વધવા ઈચ્છે છે. દિશાની ઉપરાંત મિથુનના ત્રણ દીકરા મહાઅક્ષય, ઉશ્મે અને નમાશી છે. ત્રણ ભાઈઓ વચ્ચે એકમાત્ર બહેન દિશાની બ્યૂટીફૂલ હોવા સાથે ટેલેન્ડેટ પણ છે. દિશાનીએ શોર્ટ ફિલ્મ અંડરપાસ (2018) અને હોલી સ્મોક (2017)માં કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન