meet-padmanabh-singh-the-20-year-old-owner-of-20-crore-fortune
  • Home
  • Photo Gallery
  • 20 વર્ષની ઉંમરે 20,000 કરોડના માલિક, જાણો કોણ છે પદ્મનાભ સિંહ

20 વર્ષની ઉંમરે 20,000 કરોડના માલિક, જાણો કોણ છે પદ્મનાભ સિંહ

 | 4:02 pm IST

 

તમારી ઉંમર 20 વર્ષની હોય અને તમે 20,000 કરોડની સંપતિના એકમાત્ર વારસદાર હો અને તમે મહેલોમાં રાજકુમારની જેવું જીવન જીવતા હો પછી જીંદગી પાસેથી તમારે બીજું શું જોઇએ ?

જયપુરના રાજા પદ્મનાભ સિંહની લાઇફસ્ટાઇલને જોઇને આ કલ્પના હકિકતમાં બદલાય જાય છે. અને વાર્તામાં સાંભળેલો રાજકુમાર નજર સમક્ષ આવી ગયાની પ્રતિતી થઇ જાય છે. રાજકુમારી દિયા કુમારી અને નરેન્દ્ર સિંહના દિકરા પદ્મનાભ જયપુરના સૌથી યુવા રાજકુમાર છે. NYC અને રોમમાં અભ્યાસ કરી ચૂકેલા પદ્મનાભ મોડલ, પોલો પ્લેયર અને ટ્રાવેલર છે. તેઓ સૌથી વધુ રૂપિયા પ્રવાસ પાછળ ખર્ચ કરે છે.

પ્રેમથી લોકો તેમને “પાચો” તરીકે સંબોધે છે. તેઓ જયપુર રાજઘરાનાના 303માં વંશજ છે. તેઓ 4 વર્ષના હતા ત્યારે તેમના દાદા સવાઇ માન સિંહજી બહાદુરનું અવસાન થયું હતુ અને તેઓ રાજા બન્યા હતા. ત્યારબાદ પાચોએ જયપુરના મહારાજા સવાઇ પદ્મનાભ સિંહનું ટાઇટલ અપનાવ્યું હતુ.

આલીશાન જીવનશૈલી સિવાય પદ્મનાભનું શૈક્ષણીક બેકગ્રાઉન્ડ પણ મજબુત છે. તેઓએ જયપુરની મેયો કોલેજમાંથી અભ્યાસ કર્યો છે જેને ભારતનું ઇટોન કહેવામાં આવે છે. ત્યારબાદ તેઓએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે. સપ્ટેમ્બર 2018 બાદ તેઓ આર્ટસના અભ્યાસ માટે રોમ જતાં રહ્યા હતા.

આ સિવાય પદ્મનાભ ભારતીય ઓપન પોલો કપના સૌથી યુવા વિજેતા અને વિશ્વ કપ પોલો ટીમના સૌથી યુવા સભ્ય પણ છે. પદ્મનાભ ફોર્બ્સ 30 અંડર 30 એશિયા 2018 લિસ્ટમાં શામેલ થઇ ચુક્યા છે. તેઓ 20 વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં રમી રહેલી ભારતીય પોલો ટીમના કેપ્ટન પણ બન્યા હતા. આ સિવાય તેઓ ઘણી મશહુર ફેશન બ્રાન્ડ Dolce & Gabanna માટે રેંપ વોક પણ કરી ચુક્યા છે.

તેઓ ચેરીટીના કામોમાં પણ હોંશે હોંશે ભાગ લે છે. પેરીસમાં એક ચેરીટી શોમાં તેઓ એકટર રીસ વિદરસ્પૂનની દિકરી એવા ફિલિપ સાથે જોવા મળ્યા હતા. ફરવાના શોખીન પદ્મનાભના ઇન્સ્ટાગ્રામ પર તેઓએ કરેલા પ્રવાસોના ફોટા શેર કર્યા છે. તેઓ અત્યાર સુધીમાં સાઉથ આફ્રીકા, ઇટલી, સ્પેન, થાઇલેન્ડ, કોલંબીયા, પેરૂ અને પોર્ટુગલ સહીત તમામ દેશોની યાત્રા કરી ચુક્યા છે.

રામ નિવાસ મહેલમાં તેઓનો અંગત આલીશાન એપાર્ટમેન્ટ પણ છે. આ મહેલમાં તેમના દાદા રહેતા હતા. 2011માં તેમના પરિવારની કુલ સંપતિ 621.8 મિલિયન એટલે કે 43,57,88,53,000 રૂપિયા હતી જે હવે વધીને 48,79,68,68,000 રૂપિયા થઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન