meet-producers-guild-in-wake-of-aamir-khan-and-kiran-rao-me-too-movement
  • Home
  • Entertainment
  • Bollywood
  • #MeToo પર બોલીવુડમાં થઇ રહી છે બબાલ, મીટિંગ કરવા પહોંચ્યા આમિર ખાન

#MeToo પર બોલીવુડમાં થઇ રહી છે બબાલ, મીટિંગ કરવા પહોંચ્યા આમિર ખાન

 | 7:37 pm IST

બોલીવુડમાં ચાલી રહેલ #MeToo ઇન્ડીયા મૂવમેન્ટમાં તમામ નામો સામે આવતા ચકચાર મચી છે. આમિર ખાન અને તેમની પત્ની કિરણ રાવ આ મુવમેન્ટના સમર્થનમાં આગળ આવ્યા છે.

આમિર ખાન અને તેમની પત્ની કિરણ રાવે બુધવારે પ્રોડ્યૂસર્સ ગિલ્ડની ઓફીસમાં સભ્યો સાથે મીટિંગ કરી હતી. આ દરમિયાન ચર્ચા કરી હતી કે મહિલાઓની સુરક્ષા માટે શું પગલા લેવા જોઇએ.

ગિલ્ડે એક કમિટી બનાવવાનો નિર્ણય કર્યા છે. જે વર્ક પ્લસ પર મહિલા કર્મચારી અને કલાકારોની સુરક્ષા પ્રત્યે સતર્ક રહેવુ પડશે. ગિલ્ડનું કહેવુ છે કે તે એક હેલ્ધી માહોલ બનાવવા ઇચ્છે છે.

થોડા સમય પહેલા તનુશ્રી દત્તાએ હોર્ન ઓકે પ્લીઝના શૂટિંગ દરમિયાન બનેલી ઘટનાને 10 વર્ષ પછી નાના પાટેકર પર આરોપ લગાવ્યા હતા. તનુશ્રી પછી ભારતમાં #MeTooનો મામલો ચર્ચામાં રહ્યો. અત્યાર સુધીમાં કેટલીયે મહિલાઓ સામે આવી છે. નાના પાટેકર, વિવેક અગ્નિહોત્રી, વિકાસ બહેલ, આલોક નાથ અને વરૂણ ગ્રોવરનું નામ આ મામલે આવી ગયુ છે. આવા તો કેટલાયે નામો હજુ આગળ આવશે તેવી આશંકા છે. સોશિયલ મીડિયામાં હાલ આ મામલે મહિલાઓને સમર્થન કરતા લોકો પણ છે અને તેનો વિરોધ કરતા લોકો પણ છે. તમામ લોકો ખુલીને પોતાનું મંતવ્ય આપી રહ્યા છે.

નાના પાટેકર અને આલોક નાથને કારણ બતાઓ નોટિસ મોકલવામાં આવી છે. આલોક નાથ પાસેથી 10 દિવસમા જવાબ માંગવામાં આવ્યો છે. નાના પાટેકરને સિન્ટાએ તો આલોકનાથને FWICEને નોટિસ પાઠવી છે.