Meeting For new Gujarat Congress Chief in Delhi
  • Home
  • Featured
  • ગુજરાત કોંગ્રેસના નવા સુકાની કોણ? આજે દિલ્હીની બેઠકમાં થશે ચર્ચા

ગુજરાત કોંગ્રેસના નવા સુકાની કોણ? આજે દિલ્હીની બેઠકમાં થશે ચર્ચા

 | 6:00 am IST
  • Share

  • ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓના દિલ્હીમાં ધામા
  • નવા-સવા કે સિનિયરને ફરી તક?
  • રાહુલ ગાંધીના નિવાસ સ્થાને મળશે બેઠક

ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતા મળવાના છે. આ મુદ્દે દિલ્હીમાં આજે એટલે કે 22 ઑક્ટબરે સવારે કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠક યોજાવાની છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે.

ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ ગુરુવારે મોડી સાંજે દિલ્હી પહોંચ્યાં છે. આ નેતાઓ વ્યક્તિગત રીતે અલગ-અલગ જવા રવાના થયા છે. રાહુલ ગાંધીના નિવાસ સ્થાને વહેલી સવારે 10 વાગ્યે ગુજરાતના સિનિયર નેતાઓની બેઠક મળવાની છે. જેમાં રાજ્યના પ્રભારી ડૉ રઘુ શર્મા પણ ખાસ ઉપસ્થિત રહેશે.

કોંગ્રેસ હાઈકમાન્ડ પ્રદેશ પ્રમુખ પદે નવા યુવા ચહેરાને તક આપવા માંગે છે. જો કે તેની સામે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો નારાજ છે. તેઓની દલીલ છે કે, કોઈ નવાને નહીં, પરંતુ સિનિયર અનુભવી નેતાને જ તક મળવી જોઈએ, કારણ કે વિધાનસભાની ચૂંટણી માટે વધારે સમય નથી બચ્યો. નવા નેતાને જવાબદારી સમજવામાં સમય લાગશે. જે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને નુક્સાન પહોંચાડશે.

બીજી તરફ એવું પણ કહેવાઈ રહ્યું છે કે, કેટલાક સિનિયર નેતાઓએ સુકાન મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ભૂંડા પરિણામો આવ્યા બાદ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષ નેતાએ હારની જવાબદારી સ્વીકારીને રાજીનામાં આપી દીધા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો