meeting will be held at CM vijay Rupani's residence in Gandhinagar decision on curfew
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગાંધીનગરમાં CM રૂપાણીના નિવાસસ્થાને યોજાશે બેઠક, લેવાઇ શકે કરફ્યૂ અંગેના નિર્ણય

ગાંધીનગરમાં CM રૂપાણીના નિવાસસ્થાને યોજાશે બેઠક, લેવાઇ શકે કરફ્યૂ અંગેના નિર્ણય

 | 2:31 pm IST

દિવાળી બાદ સતત વધી રહેલા કોરોના કેસને લઇને બેઠકો થઇ રહી છે. ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી અને સારવાર તેમજ આરોગ્ય લક્ષી પગલાંઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમ ના સભ્યો આજે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજશે.

આ કેન્દ્રીય ટીમ સી એમ ડેશ બોર્ડ દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવતા મોનીટરીંગ તેમજ સારવાર ફોલોઅપ વગેરેથી માહિતગાર થવા સી એમ ડેશ બોર્ડ ની કામગીરી પણ આ બેઠક બાદ નિહાળશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોનાના કેસ વધ્યા બાદ કરફ્યૂ આપવામાં આવ્યો હતો જે બાદ ગઇ કાલથી કેન્દ્રીય ટીમ અમદાવાદ આવી પહોંચી હતી અને SVP હોસ્પિટલની મુલાકાત લઇ સમીક્ષા કરી હતી.

આજે સાંજે 4 કલાકે કેન્દ્રીય આરોગ્ય ટીમની CM રૂપાણી સાથે રાજ્યમાં કોરોનાના ફેલાવા, સંક્રમણ અને તેને રોકવા અંગેના પ્રયાસો અંગે સમીક્ષા કરતી બેઠક કરશે. આ બેઠક મુખ્યમંત્રી નિવસ્થાને યોજાશે. કેન્દ્રીય આરોગ્ય ટીમની CM રૂપાણી સાથેની બેઠક બાદ સાંજે 6 કલાકે કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં કર્ફયુ અંગે નિર્ણય લેવાઇ શકે છે.

આ પણ જુઓ : સુરતમાં કોરોના વોરિયર્સનું મૃત્યુ બાદ સન્માન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન