mega demolition by surat municipal corporation
  • Home
  • Videos
  • Featured Videos
  • સુરતમાં કોર્પોરેશનનું મેગા ડિમોલીશન, જુઓ Video

સુરતમાં કોર્પોરેશનનું મેગા ડિમોલીશન, જુઓ Video

 | 7:44 pm IST

સુરત મનપામાં મેગા ડિમોલિશન હાથ ધરાતા ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા છે. લાલદરવાજામાં 700 ઝૂંપડા હટાવવા કવાયત ધરાઇ હતી. જેનો વિરોધ કરતા સ્થાનિકો- પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી છે. કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડીયા ધરણા પર બેઠા છે.

અસરગ્રસ્તોના બાળકોને પરીક્ષા હોવાથી 3 મહિનાની મુદત માગી હતી. જે સંદર્ભે પોલીસ અને સ્થાનિકો સામ સામે આવી ગયા હતા. મનપા દ્વારા એક વર્ષ અગાઉ સરવે કરવામાં આવ્યો હતો. 6 માસ અગાઉ આવાસ પણ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ ચોમાસુ અને દિવાળી હોવાને લીધે ડિમોલિશનની કામગીરી અટકી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન