દિવાળી પર સ્નેપડીલ અને ફ્લિપકાર્ટ સામસામે, 2 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે મહાસેલ - Sandesh
  • Home
  • Business
  • દિવાળી પર સ્નેપડીલ અને ફ્લિપકાર્ટ સામસામે, 2 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે મહાસેલ

દિવાળી પર સ્નેપડીલ અને ફ્લિપકાર્ટ સામસામે, 2 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે મહાસેલ

 | 5:43 pm IST

ઇ-કોમર્સ સેક્ટરની બે દિગ્ગજ કંપનીઓ સ્નેપડીલ અને ફ્લિપકાર્ટ દિવાળીના તહેવારોનો ફાયદો ઉઠાવવા માટે હવે સામસામે આવી ગઈ છે. સ્નેપડીલ 2 ઓક્ટોબરથી ‘અનબોક્સ દિવાળી સેલ’ શરૂ કરી રહી છે જ્યારે આ દિવસોમાં ફ્લિપકાર્ટ પણ તહેવારોને અનુલક્ષીને ખાસ સેલ શરૂ કરશે.

સ્નેપડીલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેમનું પહેલું ‘અનબોક્સ દિવાળી સેલ’ 2 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર સુધી ચાલશે. આ સેલ અંતર્ગત ઘરેલુ ઉપકરણ, ઇલેક્ટ્રોનિક્સ, મોબાઇલ્સ, હોમ ફર્નિશિંગ સહિત તમામ શ્રેણીઓમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું છે કે ગ્રાહકો પાસે દર કલાકે મળતી વિશેષ ઓફર પણ હશે અને તેમને અમુક ઉત્પાદન પર 70 ટકા છૂટ મળશે. નોંધનીય છે કે ફ્લિપકાર્ટ પોતાના ‘બિગ બિલિયન ડેઝ’ સેલને પણ આ દિવસે જ લોન્ચ કરી રહ્યું છે.

વિશ્લેષકોના મત પ્રમાણે ઔદ્યોગિક નીતિ તેમજ સંવર્ધન વિભાગ દ્વારા હાલમાં જ ઇ-કોમર્સ કંપનીઓ માટે જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશોને કારણે આ વર્ષના તહેવારો વખતના સેલ પ્રભાવિત થશે. નોંધનીય છે કે વિભાગે ઇ-કોમર્સ કંપનીઓને એક હદ સુધી જ ડિસ્કાઉન્ટ આપવાના નિર્દેશ કર્યા છે. માનવામાં આવે છે કે એની અસર ઇ-કોમર્સ કંપનીઓના તહેવાર વખતે જાહેર કરતા ડિસ્કાઉન્ટ સેલ પર પડી શકે છે. આ ડિસ્કાઉન્ટની લાલચમાં લાખો લોકો સેલમાં ખરીદી કરે છે.

છેલ્લા બે વર્ષથી તહેવારો વખતે ખાસ કરીને દિવાળી વખતે જાહેર કરાતા ઓનલાઇન સેલમાં એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડિલ જેવી ઓનલાઇન કંપનીઓ કરોડો પ્રોડક્ટ વેચે છે અને હજારો કરોડ રૂ.નો નફો કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન