ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડના ચૂંટણી પરિણામો, ત્રણેય રાજ્યોમાં BJPનું શાનદાર પ્રદર્શન - Sandesh
  • Home
  • India
  • ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડના ચૂંટણી પરિણામો, ત્રણેય રાજ્યોમાં BJPનું શાનદાર પ્રદર્શન

ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડના ચૂંટણી પરિણામો, ત્રણેય રાજ્યોમાં BJPનું શાનદાર પ્રદર્શન

 | 9:13 am IST

પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનાં આજે પરિણામો જાહેર થઈ રહ્યાં છે. સવારે 8 વાગ્યે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી છે. પ્રારંભિક પરિમાણોમાં ત્રિપુરામાં લેફ્ટ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. જ્યારે નાગાલેન્ડમાં પણ ભાજપ આગળ ચાલી રહી છે. મેઘાલયમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.

ત્રિપુરામાં 18 જાન્યુઆરી જ્યારે નાલાગેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. ત્રિપુરામાં આ વખતે અધધ 91 ટકા મતદાન થયું હતું. મેઘાયલ અને નાગાલેન્ડમાં ક્રમશ: 67 અને 75 ટક મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 60 સભ્યોની મેઘાલયની 59 બેઠકો માટે મતદાન થયું હતું. અહીં 372 ઉમેદવારો મેદાનમાં છે. નાગાલેન્ડમાં 60 સભ્યોની વિધાનસભામાં 59 બેઠકો માટે મતદાન થયું હતું જેમાં 192 ઉમેદવારોનું ભાવી આજે નક્કી થશે. ત્રિપુરાની વાત કરવામાં આવે તો 60 બેઠકોની વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણીમાં 292 ઉમેદવારો મેદાનમાં છે.

સવારે આવી રહેલા પરિણામોમાં ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટી સૌથી આગળ ચાલી રહી છે. જ્યારે બીજા નંબરે સીપીએમ છે. સતત 25 વર્ષથી સત્તા ભોગવી રહેલી સીપીએમ તેની જમીન બચાવવાની લડાઈ લડી રહી છે તો અહીં ભાજપ શૂન્યથી સત્તા તરફ પ્રયાણ કરતી નજરે પડી રહી છે. અહીં કોંગ્રેસત્રીજા ક્રમે છે.

મેઘાલય અને નાગાલેન્ડમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચૂંટણી પ્રચાર રંગ લાવી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. પ્રારંભિક પરિણામોમાં અહીં ભાજપ સારૂ પ્રદર્શન કરતો જણાઈ રહ્યો છે.