કઠુઆ ગેંગરેપ કેસમાં જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં આવ્યો વળાંક - Sandesh
  • Home
  • India
  • કઠુઆ ગેંગરેપ કેસમાં જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં આવ્યો વળાંક

કઠુઆ ગેંગરેપ કેસમાં જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં આવ્યો વળાંક

 | 7:36 pm IST

કઠુઆ ગેંગરેપ મામલે દેશભરમાં ભયંકર રોષ છે. આ મામલે જમ્મૂ-કાશ્મીરની રાજનીતિ પણ અચાનક વળાંક લઈ રહી છે. રાજ્યની પીડીપી-ભાજપની સરકાર વચ્ચે મતભેદ ઉભા થયા છે. જમ્મૂ-કાશ્મીર સરકારે બે મંત્રીઓ ચૌધરી લાલ સિંહ અને ચંદ્ર પ્રકાશ ગંગાનું રાજીનામું મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીએ સ્વિકારી લીધું છે.

મુખ્યમંત્રી મેહબુબા મુફ્તિએ ભાજપના બંને મંત્રીઓના રાજીનામા સ્વિકારી લેતા તેને રાજ્યપાલ પાસે મોકલી આપ્યાં છે. કઠુઆ ગેંગ રેપના આરોપીઓનું સમર્થન કરવાના આરોપના કારણે આ બંને મંત્રીઓએ ગત શુક્રવારે પોતાના રાજીનામાં સોંપી દીધાં હતાં.

ભાજપના મંત્રીઓએ આરોપીઓના સમર્થનમાં 1લી માર્ચે કાઢવામાં આવેલી રેલીમાં ભાગ લીધો હતો. રાજ્યભા ભાજપ અધ્યક્ષ સત શર્માને બંને મંત્રીઓના રાજીનામાં રવિવારે સવારે મળ્યાં, જેને મહેબુબા સરકારને મોકલી આપવામાં આવ્યાં હતાં. મહેબુબા સરકારે તેને મંજુર કરી લીધા બાદ ઔપચારીકતા માટે ગવર્નર એન એન વોહરા પાસે મોકલી આપ્યાં હતાં.

22 પહોંચી મંત્રીઓની સંખ્યા

ભાજપના બે મંત્રીઓ રાજીનામા આપી દીધા બાદ પીડીપી-ભાજપ સરકારના મંત્રીઓની સંખ્યા 22 રહી ગઈ છે. મહેબુબા સરકારમાં ભાજપના કોટામાંથી 9 મંત્રી છે. સાથે જ રાજ્યમાં હવે કુલ 3 મંત્રીઓના પદ ખાલી પડ્યા છે. ગત મહિને રાજ્ય સરકારે નાણાં મંત્રી હસીબ દ્રાબૂને સસ્પેન્ડ કરી દીધા હતાં.

મંત્રીઓ ચૌધરી લાલ સિંહ અને ચંદ્ર પ્રકાશ ગંગાએ કઠુઆ મામલે ક્રાઈમ બ્રાંચની કાર્યવાહીને જંગલરાજ ગણાવતા આરોપીની ધરપકડને પડકારી હતી.

કઠુઆ કેસમાં 8 આરોપી

ઉલ્લેખનીય છે કે, આરોપી મંત્રીઓનો બચાવ કરતા ભાજપના નેતા રામ માધવે માધ્યમોને કહ્યું હતું કે, બંને નેતાઓ ભીડને સમજાવવા માટે ગયાં હતાં પરંતુ આ બાબતને ખોટી રીતે લેવામાં આવી. બંને મંત્રીઓ પર પ્રો રેપિસ્ટ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, તે તદ્દન ખોટા છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મૂ-કાશ્મીરના કઠુઆ જીલ્લાના એક ગામમાં 8 વર્ષની બાળકી સાથે બીભત્સ ગેંગરેપ અને ત્યાર બાદ તેની હત્યા કરવાના મામલે પોલીસે 8 લોકોને આરોપી બનાવ્યા છે. જેમાં નિવૃત્ત સરકારી કર્મચારી અને વિશેષ પોલીસ અધિકારી પણ શામેલ છે.