Watch The Mehndi Celebration Video From Marriage Of Hasan Ali
  • Home
  • Featured
  • પાકિસ્તાની ક્રિકેટરે ભારતીય યુવતી સાથે કર્યા લગ્ન, મહેંદી સેલિબ્રેશનનો વિડીયો વાયરલ

પાકિસ્તાની ક્રિકેટરે ભારતીય યુવતી સાથે કર્યા લગ્ન, મહેંદી સેલિબ્રેશનનો વિડીયો વાયરલ

 | 4:23 pm IST

છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં રહેલા પાકિસ્તાનનાં ઝડપી બોલર હસન અલીએ ભારતીય યુવતી શામિયા આરઝૂ સાથે લગ્ન કરી લીધા છે. દુબઈમાં મંગળવારનાં લગ્ન સમારોહ પહેલા સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો વાયરલ થયા હતા, જેમાં અલગ અલગ રસમ-રિવાજમાં તે ભાગ લેતો જોવા મળ્યો હતો. મંગળવારનાં જ એ સમાચાર આવ્યા કે તેના લગ્ન થઈ ગયા છે. હસન અલીનાં લગ્ન પર સાનિયા મિર્ઝાએ પણ શુભકામનાઓ આપી છે. તેણે લખ્યું છે કે, ‘શુભકામનાઓ હસન. તમને બંનેને જીવનભર પ્રેમ અને ખુશીઓ મળે.’ ઉલ્લેખનીય છે કે સાનિયા મિર્ઝાએ પણ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન