Mehndi Ceremony's photos of television actress Niti Taylor went viral
  • Home
  • Photo Gallery
  • ટેલીવિઝન અભિનેત્રી નીતિ ટેલરની મહેંદી સેરેમનીની તસ્વીરો થઈ વાયરલ

ટેલીવિઝન અભિનેત્રી નીતિ ટેલરની મહેંદી સેરેમનીની તસ્વીરો થઈ વાયરલ

 | 5:57 pm IST

ટીવી સીરીયલ ‘ઈશ્કબાજ’ની અભિનેત્રી નીતિ ટેલરે તાજેતરમાં પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ પરીક્ષિત બાવા સાથે સગાઈ કરી લીધી છે. થોડા દિવસ પહેલા અભિનેત્રીની મહેંદી સેરેમની હતી. જેની તસ્વીરો નીતિ ટેલરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસ્વીરોમાં નીતિ ગ્રીન કલરની આઉટફીટમાં સુંદર જોવા મળી રહી છે.

તેની સાથે તેમને ફૂલોના જ્વેલરી પહેરી હતી. જયારે તેના બોયફ્રેન્ડ પણ નીતિ ટેલર સાથે મેચિંગ કલરની આઉટફીટમાં જોવા મળ્યો હતો. તે કુર્તા પાયજામામાં હેન્ડસમ જોવા મળી રહ્યો છે. આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. ફેન્સ આ તસ્વીરોને ઘણી પસંદ કરી રહ્યા છે.

વર્કફ્રંટની વાત કરીએ તો નીતિ ટેલર સીરીયલ ‘ઈશ્કબાજ’ માં નજરે પડી હતી. તે સિવાય તેનું એક સોન્ગ ‘Cappuccino’ તાજેતરમાં રીલીઝ થયું. આ સોન્ગમાં તેની સાથે ટીવી અભિનેતા અભિષેક હતો. ગીતને લોકોએ ખુબ પસંદ કર્યું.

આ વીડિયો પણ જુઓ: સુરતના એક દિવ્યાંગ ચિત્રકારે 370 અને જમ્મુ કાશ્મીરનુ બનાવ્યુ ચિત્ર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન