મહેસાણા: પેપર પ્રોડક્ટ બનાવતી કંપનીમાં આગ લાગતા સામાન બળીને ખાખ - Sandesh
  • Home
  • Gujarat
  • મહેસાણા: પેપર પ્રોડક્ટ બનાવતી કંપનીમાં આગ લાગતા સામાન બળીને ખાખ

મહેસાણા: પેપર પ્રોડક્ટ બનાવતી કંપનીમાં આગ લાગતા સામાન બળીને ખાખ

 | 9:31 pm IST

મહેસાણાના દેદીયાસણ રોડ પર આવેલી પેપર પ્રોડક્ટ બનાવતી એક ફેકટરીમાં બપોરના સુમારે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ભયંકર લાગેલી આગને પરિણામે ફેકટરીનો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. નગરપાલિકાના ફાયરફાઈટરે તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નહતી.

મહેસાણા શહેરમાં બનેલી આગની આ ઘટનાની ફાયરફાઈટરના સૂત્રો મારફતે મળતી વિગતો મુજબ મહેસાણાના દેદીયાસણ રોડ પર આવેલી પેપર પ્રોડક્ટ બનાવતી એક ફેકટરીમાં બપોરના સુમારે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. પી.કે.પેપર પ્રોડક્ટ નામની પેપરના પ્રોડક્ટ બનાવતી ફેકટરીમાં અચાનક આગ લાગતા ફેકટરીમાં પડેલો હજ્જારો રૃપિયાનો માલ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. આગ લાગી હોવાના સમાચારને પગલે ઘટનાસ્થળે પહોંચેલ મહેસાણા નગરપાલિકાની ફાયરની ટીમે આગ ઓલવવાના પ્રયાસો કરતાં ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.

જોકે આગ લાગી ત્યારે કંપનીના કારીગરો બાજુના ગોડાઉનમાં કામ કરતા હોવાથી મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી. બીજીતરફ પ્રાથમિક તબકકે પેપર પ્રોડક્ટની કંપનીમાં લાગેલી આ આગ શોર્ટર્સિકટને કારણે લાગી હોવાનું જણાઈ રહ્યું છે.