મહેસાણા પાલિકાના આગામી વર્ષના બજેટમાં પ્રજાના આરોગ્યની સુરક્ષાની ધરાર ઉપેક્ષા - Sandesh
  • Home
  • Mehsana
  • મહેસાણા પાલિકાના આગામી વર્ષના બજેટમાં પ્રજાના આરોગ્યની સુરક્ષાની ધરાર ઉપેક્ષા

મહેસાણા પાલિકાના આગામી વર્ષના બજેટમાં પ્રજાના આરોગ્યની સુરક્ષાની ધરાર ઉપેક્ષા

 | 4:15 am IST

મહેસાણા, તા.૧

મહેસાણા નગર પાલિકાનાં ગઈ કાલે સાધારણ સભામાં રૂ.૬૦.૬ર લાખની પુરાંત વાળું બજેટ મંજૂર થઈ ગયું. આગામી વર્ષ ર૦૧૮-૧૯ના વર્ષ દરમિયાન નગર પાલિકાની તીજોરીમાં નાણાં કયાંથી આવશે અને ક્યાં વપરાશે. તેનાથી શહેરીજનો અજાણ રહ્યા છે. આ અહેવાલમાં પાલિકાની અંદાજિત આવક કયા સ્ત્રોતથી થશે અને અંદાજિત ખર્ચ ક્યાં કરવામાં આવશે તેની વિગત પ્રસ્તુત કરવામાં આવી છે. આગામી વર્ષ દરમ્યાન સૌથી વધુ આવક ગ્રાન્ટ અને ફાળા ઉપરાંત મ્યુનિસિપલ ટેક્ષ અને અન્ય કરમાંથી અંદાજવામાં આવી છે. જયારે સૌથી વધુ ખર્ચ કેપિટલ અને જાહેર આરોગ્ય પાછળ કરવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. મહેસાણા શહેરને કનડતો સૌથી જટિલ પ્રશ્ન ભૂગર્ભ ગટરનો છે અને નાણાં માત્ર રૂ.૧૩ર લાખ ફાળવાયા છે. જયારે ટીપી સ્કીમ પાછળ રૂ.ર૦૭ લાખ ખર્ચવામાં આવશે અને જાહેર બગીચા પાછળ રૂ.૯૯ લાખનો ખર્ચ કરવામાં આવશે તેમજ જાહેર સલામતી પાછળ રૂ.ર૮ લાખ ખર્ચાશે.