‘મેહાંણા’ના બામોસણા ગામનો લાડો આયર્લેન્ડની લાવ્યો લાડી, જૂલી હેડો, કેમ છો.. બોલે છે - Sandesh
  • Home
  • Gujarat
  • ‘મેહાંણા’ના બામોસણા ગામનો લાડો આયર્લેન્ડની લાવ્યો લાડી, જૂલી હેડો, કેમ છો.. બોલે છે

‘મેહાંણા’ના બામોસણા ગામનો લાડો આયર્લેન્ડની લાવ્યો લાડી, જૂલી હેડો, કેમ છો.. બોલે છે

 | 1:13 pm IST

મહેસાણા તાલુકાના બામોસણા ગામનો મહર્ષિ મહેશભાઈ ચૌધરીએ આયર્લેન્ડના કોર્કની જુલી સાથે સંપૂર્ણ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરી બોમાસણામાં ગ્રામજનો અને સ્નેહીજનો વચ્ચે શુક્રવારે રીશેપ્શન રાખી વધામણી કરી હતી.

બામોસણાના ખેડૂતપુત્ર મહેશભાઈ બેચરભાઈ ચૌધરી વર્ષ 2000માં કેનેડા સ્થાઇ થયા હતા. પુત્ર મહર્ષિ 10 વર્ષનો હતો ત્યારે નાનાભઆઈ ઉદયભાઈ અને પરિવાર સાથે કેનેડામાં જ કાયમી વસવાટ કરવાનું નક્કી કરી માદરે વતન છોડી દીધું હતું. પરંતુ, મહેશભાઈ અને ઉદયભાઈ બંનેને માદરે વતનની માટીની સુગંધે તેમને વતનપ્રેમ છોડવા દીધો ન હતો. છેલ્લા 17 વર્ષથી પરિવાર અને બાળકો કેનેડામાં સ્થાઇ થયા હોવા છતાં સવાયા હિન્દુસ્તાની બની ભારતના તમામ વાર-તહેવારો અને રાષ્ટ્રીય પર્વોની ભવ્ય ઉજવણી વિદેશની ધરતી ઉપર પણ ચાલુ રાખી હતી.

બાળકોમાં હિન્દુ ધર્મ અને માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ અને સંસ્કારોનું કામ સિંચન થતું રહે તેવી એક પણ તક આ બંને ભાઈઓ જવા દેતા નથી. એવી જ રીતે મહર્ષિના લગ્ન માટે પણ કન્યા પસંદગી માટે તેને સ્વતંત્રતા આપી પણ લગ્નવિધિ સંપૂર્ણ હિન્દુવિધિથી કેનેડાથી ધરતી ઉપર કરાવી હતી. મહર્ષિ ચૌધરીએ કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટમાં અભ્યાસ કરી હાલ આબી ડેવલોપર્સમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે જવાબદારી નિભાવી રહ્યો છે. મૂળ આર્યલેન્ડની કોર્ડ વિસ્તારની વતની જુલી કમીન્સ નામની યુવતી વર્ક પરમીટ ઉપર કેનેડા આવી હતી.

બ્યુટિશિયનના વ્યવસાય સાથે સંકળાયેલી એક ઇન્ટરનેશનલ કંપનીમાં કેનેડામાં એરિયા મેનેજર તરીકે ફરજ બજાવતી જુલી મહર્ષિના ચાર વર્ષ પહેલા પરિચયમાં આવ્યા બાદ બંને પ્રેમમાં પડ્યા હતા. જુલીના પિતા જેમ્સ કમીન્સ અને માતા એનાની સંમતિ મળતાં મહર્ષિએ પિતા મહેશભાઈ અને કાકા ઉદયભાઈને વાત કરતાં પરિવારે પણ આ સંબંધ ઉપર મહોર મારી બંનેની બે વર્ષ પહેલાં સગાઇ વિધિ કરી હતી. ત્યારબાદ ગત મે માસમાં સંપૂર્ણ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ સાથે મિત્રો અને સ્નેહિજનોની ઉપસ્થિતિમાં લગ્ન કરાવ્યા હતા. પરંતુ, વતન પ્રેમી મહેશભાઈને આ પ્રસંગની ઉજવણી ગામમાં ઉજવવાની ઇચ્છાથી બંને ભાઈઓનો પરિવાર ફ્લાઇટ પકડી જાન્યુઆરીના અંતમાં વતન બામોસણા આવી ગયો હતો.

વતનમાં ગત ગુરૂવારે બંને ભાઈઓએ પહેલાં તેમના માતૃશ્રીનું જીવન પર્વ ઉજવી સમગ્ર ચૌધરી સમાજને બામોસણઆમાં નોતર્યા હતો. જ્યારે શુક્રવારે મહર્ષિ અને જુલીને બગીમાં બેસાડી વરઘોડો કાઢી આખા બામોસણા ગામમાં ફેરવ્યા હતા. ગ્રામજનોએ જે પ્રેમ અને લાગણી બતાવી તે જોઇ જુલીની આંખોમાંથી એક કલાક સુધી અશ્રુધારા વહી હતી. તેણે લાગણીવશ થઇ સમગ્ર ગ્રામજનોનો આભાર માની જણાવ્યું હતું કે, મારા પોતાના વતન કોર્ક-આર્યલેન્ડમાં પણ મને આટલો પ્રેમ ન મળ્યો હોત એટલો પ્રમ મને ભારતની ભૂમિ અને અહીના લોકોએ આપ્યો છે. થોડાક જ સમયમાં જુલી કેમ છો મજામાં છો જેવા તળપદી શબ્દો ઉચ્ચારતી થઈ ગઈ છે. ગામડાની અભણ બહેનોના શબ્દો ઉચ્ચારતી થઇ ગઇ છે. ગામડાની અભણ બહેનોના શબ્દો વગરની લાગણી અને સ્નેહ વિદેશની યુવતીના હૃદયના ઊંડાણને સ્પર્શી ગયેલો જોઇ ઉપસ્થિત તમામ લોકોની આંખો પણ હૃદયથી ભીંજાઈ ગઇ હતી.